કોરોનાની ત્રીજી લહેર આવશે! જેમણે કોરોનાની વેક્સીન લીધી તેમનો જીવ બચી જશે.
જ્યાર થી કોરોના આવ્યો છે, ત્યારથી એવી મહામારી સર્જાય છે કે, ઇતિહાસનાં પન્નામાં આવનાર પેઢી માત્ર વાંચશે તો પણ તેમના રૂંવાળા ઉભા થઇ જશે. કહેવાય છે ને કે, સમયની સાથે દરેક વસ્તુઓનું નિવારણ મળી જાય છે.
કોરોનાની રસી ન મળી.
રાજ્ય સરકાર દ્વારા હવે કોરોનાની ત્રીજી લહેર સામે પણ લડવા બાબતેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ નિવેદન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આપવામાં આવ્યું હતું. કોરોનાની ત્રીજી લહેરની વ્યવસ્થા બાબતે તૈયારી કરવા માટે કોર કમિટી અને કોવિડ ટાસ્ક ફોર્સની એક બેઠક યોજવામાં આવી હતી.
આ બેઠક બાદ ટાસ્ક ફોર્સ દ્વારા મીડિયાને કેટલીક માહિતી આપવામાં આવી હતી. ડૉક્ટરો દ્વારા પણ વેક્સીનેશન પર વધારે ભાર મૂકવામાં આવ્યો હતો. ડૉક્ટર તેજસ પટેલે નિવેદન આપ્યું હતું કે, જે લોકોએ વેક્સીન લીધી હશે. તેમનો જીવ બચી જશે. બ્લડ ક્લોટ વધી રહ્યું હોવાથી કોરોના બાદ હાર્ટ એટેકના કેસ વધી રહ્યા છે.
મહત્ત્વની વાત છે કે, રાજ્ય સરકાર દ્વારા કોરોનાનાં સંક્રમણને કાબુમાં લેવા માટે વેક્સીનેશનની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. હવે કોવિડ ટાસ્કફોર્સ દ્વારા પણ લોકોને વેક્સીન લેવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.
ત્રીજી લહેર બાબતે ડૉક્ટર અતુલ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે,ત્રીજી લહેર સામે તૈયારીઓ કરવા માટે બેથી ત્રણ દિવસમાં ડિટેઇલમાં પ્લાન બનાવવામાં આવશે. જો રાજ્યના 80 ટકા દર્દી પોતાના શરીરમાં પાણીનું પ્રમાણ જાળવી રાખે તો તેઓ સામાન્ય દવાથી પણ સાજા થઇ જાય છે.