કોરોના અને ફેફસા ઇન્ફેક્શન થયા બાદ પણ નવજાત બાળક દોઢ મહિના સુધી મત્યું સામે લડ્યો અને આખરે જાણો શું થયું.
કોરોનાની મહામારીમાં આપણે એવા અનેક કિસ્સાઓ સાંભળ્યા છે જેમાં દર્દીએ કોરાની ભંયકર બીમારી સામેં જજુમીને પણ સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને પોતાની જિંદગીની જંગમાં વિજય મેળવે છે. આજે આપણે એક એવા નવજાત બાળક ની વાત કરવાનાં છે જેને ઇન્ફેક્શન તેમજ ત્યારબાદ કોરોના થયો પરતું રામ રાખે તેને કોણ ચાખે. આજ કહેવત સાચી પડી અને આવી ચમત્કારિક ઘટના ઘટી જેના વિશે જાણીને તમે પણ ચોંકી જશો.
વાત જાણે એમ છે કે,સુરતમાં અદાણી હઝિરા પોર્ટમાં કામ કરતા રજનીશભાઈના પુત્ર આરુલને શ્વાસ લેવાની સમસ્યા ઉભી થઈ અને વોમિટ થવા લાગી. મી એપ્રિલના રોજ જ્યારે તેનો એક્સ-રે કરવામાં આવ્યો તો ડોક્ટરો પણ જાણીને ચોંકી ગયા કે તેના જમણા ફેફસામાં ફોલ્લો છે.
શરીરમાં એક કાપો પાડીને ટ્યુબ ઉમેરવામાં આવી હતી. સામાન્યપણે આ પ્રકારની ટ્યુબ ચાર કલાક સુધી રાખવામાં આવે છે, પરંતુ આ બાળકના કેસમાં અમારે 24 કલાક સુધી ટ્યુબ રાખવી પડી અને પછી એક્સ-રે લેવામાં આવ્યો. ત્યારપછી આરુલને ત્રણ દિવસ સુધી વેન્ટિલેટર પર રાખવામાં આવ્યો.
આખરે આ બાળક આ જિંદગીની જગમાં જીતી ગયો! જ્યારે આરુલ ઘરે લાવામાં આવ્યો હતો ત્યારે આરુલની માતા પણ કોરોના સંક્રમિત થયા હતા અને ત્યારબાફ આરુલ આ સમસ્યા સર્જાય હતી બંને માં દીકરાને કોરોના પોઝિટવ આવ્યો અને આખરે દોઢ મહિનાની જંગ બાદ આખરે બાળકે જિંદગી જીતી લીધી.