કોરોના કાબુમાં લાવવા સરકારે લીધો મહત્વનો નિર્ણય! 29 શહેરોમાં રાત્રી કરફ્યુ તેમજ નવી ગાઇડલાઇન્સ જાહેર કરી.
દિવસને દિવસે હવે કોરોના તેનું વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે, ત્યારે સરકાર દ્વારા પ્રજાજનોની રક્ષા માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આપણે સૌ કોઈ જાણીએ છે કે,હાલમાં જ રાષ્ટ્ર સંબોધનમાં મોદીજીએ લોકડાઉન અંતિમ વિકલ્પ જણાવેલ હતો ત્યારે આપણા ગુજરાતમાં લોકડાઉન કરવાનો હજી કોઈ નિર્ણય લીધો નથી પરંતુ પ્રજાજનોની સુરક્ષા માટે આજે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતનાં 20 શહેરોમાં રાત્રી કફયુ નક્કી કર્યું છે.
ચાલો ત્યારે આજે આપણે જાણીએ કે, કોરોના ની નવી ગાઇડલાઇન્સ મુજબ ક્યાં ક્યાં શહેરો લોકડાઉન છે તેમજ શું ખુલ્લું રહેશે અને બંધ. આ સમય અત્યારે આપણે પોતાની જાતને વધુ સુરક્ષિત રાખવાનો છે ત્યારે આ તમામ નિયમોનું આપણે પાલન કરીશું.
મુખ્યમંત્રીશ્રીના આદેશ મુજબ આઠ મહાનગરોની સાથે હવે 29 શહેરોમાં રાત્રિના 8થી સવારે 6 વાગ્યા સુધી કર્યુ 28મી એપ્રિલ-2021 બુધવારથી 5મી મે-2021 બુધવાર સુધી અમલી રહેશે.હિમ્મતનગર, પાલનુપર, નવસારી, પોરબંદર અને વેરાવળ-સોમનાથ, છોટાઉદેપુર, વલસાડ, બોટાદ અને વિરમગામમાં રાત્રિ કર્ફ્યુ લગાવાયું.
સુચનો મુજબ અનાજ-કરિયાણાની દુકાન, શાકભાજી, કળ-ફળાદિ, મેડિકલ સ્ટોર, મિલ્ક પાર્લર, બેકરી તથા ખાધપદાર્થોની દુકાનો ચાલુ રહેશે. – ઉધોગો, ઉત્પાદન એકમો, કારખાનાઓ અને બાંધકામ પ્રવૃત્તિઓ યથાવત ચાલુ રહેશે.
. વોટરપાર્ક, ગાર્ડન, સલૂન, સ્પા, બ્યુટી પાર્લર અને અન્ય એમ્યુઝમેન્ટ પ્રવૃત્તિઓ બંધ રહેશે.મેડિકલ અને પેરામેડિકલ સેવાઓ યથાવત રહેશે. – રેસ્ટોરન્ટ બંધ રહેશે માત્ર ટેક-અવે સેવાઓ ચાલુ રાખી શકાશે.મોલ, શોપિંગ કોમ્પલેક્ષ, ગુજરી બજાર, થિયેટર, ઓડિટોરિમય, જીમ, સ્વીમિંગ પુલ, ગુજરાતી
તમામ APMC બંધ રહેશે. માત્ર શાકભાજી અને ફળ-ફળાદિના વેચાણ સાથે સંલગ્ન APMC – સમગ્ર રાજ્યમાં ધાર્મિક સ્થળોએ જાહેર જનતાનો પ્રવેશ બંધ રહેશે.માત્ર સંચાલકો અને પૂજારીઓ પૂજાવિધિ કરી શકશે.
સમગ્ર રાજ્યમાં પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ ૫૦ ટકા ક્ષમતા સાથે ચાલુ રહેશે. – લગ્ન પ્રસંગમાં 50 લોકોને મંજૂરી, અંતિમવિધિઓમાં 20 લોકોને મંજૂરી. આ સમય બહુ વિકટ છે ત્યારે આપણે સૌ સમજદાર અને સાવેચત રહીએ.