કોરોના કાળ મા કયારે લાગશે લોક ડાઉન?? અમીત શાહ એ જવાબ આપ્યો કે
ભારત મા એક બાજુ કોરોના નો હાહાકાર છે તો બીજી બાજુ પ. બંગાળ ની ચુટણી આ બધા વચ્ચે સૌના મુખે એક જ સવાલ છે કે લોક ડાઉન ક્યારે લાગશે…?
છેલ્લા 24 કલાક મા ભારત મા કરોના કેસ ની સંખ્યા 2 લાખ 50 હજાર થી વધુ આવી છે જયારે 1500 થી વધુ લોકો ના કરુણ મોત થયા છે.ગુજરાત કરતા પણ વધુ કેસો મહારાષ્ટ્ર ઉત્તમ પ્રદેશ અને દિલ્હી મા છે. મહારાષ્ટ્ર મા એક દીવસ મા 60 હજાર થી વધુ કેસૉ આવ્યા છે. આમ વધતા કેસો ની સંખ્યા ના કારણે દેશ ફરી લોક ડાઉન તરફ આગળ વધી રહ્યો છે પરંતુ અંગ્રેજી અખબાર ના ઈન્ટરવ્યુ મા જયારે ગૃહમંત્રી અમીત શાહ ને પુછવામાં આવ્યુ કે ગયાં વર્ષ ની જેમ કોરોના ને નિયંત્રણ મા લાવવા માટે શુ લોક ડાઉન લખાવવામાં આવશે ??
ત્યારે અમીત શાહે જવાબ આપ્યો કે “પુર્ણ પ્રતિબંધ કરવો હાલ વહેલું ગણાશે. ગયા વર્ષે લોક ડાઉન નો હેતુ હતો એ સમયે દેશ પાસે વેક્સીન કે દવા નહોતી પરંતુ હવે સ્થિતી અલગ છે. રાજ્યો સાથે સતત સંપર્ક મા છીએ જો રાજયો ની સહમતી હશે તો અમે સાથે રહીશું.”