કોરોના દર્દીઓના ઇમ્યુનિટી પાવર વધારવા આ ફળ છે લાભદાયી તેમજ ડાયબીટીસ દર્દી માટે ઉપયોગી.
હાલમાં ઉનાળાની સિઝન શરૂ થતા જ ઉનાળુ ફળ પણ આવી ગયા છે કેરીનું આગમન થવાને આરે છે ત્યાં એ પહેલાં ચીકૂ, આંબલા અને ગોરસ આંબલી આવી ગઈ છે બજારમાં આજે આપણે ગોરસ અંબાણીના ગુણ જાણીશું કે કયા કયા રોગમાં તે ઉપયોગી સાબિત થાય છે. તેને લોકો બખાઈ આંબલી તરીકે ઓળખે છે. આ આંબલી મીઠી હોય છે જે અનેક રોગો ને દૂર કરે છે. ચાલો ત્યારે આજે આપણે જાણીશું કે આ આંબલીમાં ક્યાં ક્યાં ગુણ છે જે રોગો ન નાસ કરે છે.
ગોરસ. આંબલીનાં ફળમાં કેન્સર-રોધી સુધી ગુણ જોવા મળ્યા છે. તેથી જો આ ફળનું સેવન કરવામાં આવે તો કેન્સર કોશિકાઓની વધવાની ગતિ રોકાઈ જાય છે. જો કોઈ વ્યક્તિને કેન્સર ના હોય તો તેને કેન્સર થવાની શક્યતા પણ ઘટી જાય છે. કારણ કે આ ફળોમાં રહેલ એન્ટી ઓક્સિડેન્ટ કેન્સર કોશિકાઓને વધવાથી રોકે છે.
ડાયાબીટીસ રોગ માટે ખૂબ જ ફાયદાકારક
ગોરસ આંબલીને ડાયાબિટીસનાં રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. આ ફળમાં અનેક એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને લાભ આપે છે. ટાઇપ-૨ ડાયાબિટીસનાં દર્દીઓ માટે ગોરસ આમલીના ફળનું સેવન અને તેનો જ્યુસ ખૂબ જ લાભદાયક છે. ઘણા બધા વૈદ્ય અને જૂના લોકો માને છે કે ડાયાબિટીસનાં રોગીને જો એક મહિનો સળંગ ગોરસ આમલીનું સેવન કરે તો તેમને તે રોગમાંથી છુટકારો મળી શકે છે.
ઇમ્યુનિટી વધારે છે ગોરસ આંબલી કોરોનાકાળમાં વધુ સેવન કરવું. ગોરસ આમલીના સેવનથી ઇમ્યુનિટી પણ વધે છે. કોરોના વાયરસ લીધે આજકાલ ઇમ્યૂનિટીની ઘણી ચર્ચા છે, તેવામાં જો તમે ગામડામાં રહો છો અને તમારી આજુબાજુ ગોરસ આમલીનું વૃક્ષ હોય તો તેનું સેવન રોજ કરવું અને બીજા લોકોને પણ કરાવવું. ગોરસ આમલીનાં ખાટા ફળોમાં વિટામિન સી ની માત્રા વધુ હોય છે. તેથી તે એક એન્ટી ઓકસીડન્ટ રીતે કામ કરે છે અને શરીરને રોગોથી લડવાની ક્ષમતા વધારે છે. ગોરસ આમલી એક એવું ફળ છે જેમાં કેલ્શિયમ અને ફોસ્ફરસની અધિકતા હોય છે. તેથી તેના સેવનથી હાડકા અને દાંત મજબૂત થાય છે સાથે માંસપેશીઓ પણ સ્વસ્થ રહે છે.ગોરસ આબલીના ફળના સેવનથી તમારી પાચન શક્તિ વધે છે અને પેટ સ્વસ્થ રહે છે.