કોરોના ફેફસા થઈ શકે છે ડેમેજ, જાણો તેના લક્ષણો.
કોરોનાનાં બીજા વેવમાં ખૂબ જ વિકટ પરિસ્થિતિનું સર્જન થયું છે. હાલમાં જ કોરોના અનેક નવા લક્ષણો વર્તાય રહ્યા છે ત્યારે હાલમાં સૌ કોઈ ઑક્સિજનની કમિના લીધે મરી રહ્યા છે ત્યારે આજે તમને જણાવીશું કે ફેફસા ડેમેજ થઈ રહ્યા છે તો તેના લક્ષણો શું છે.
રિપોર્ટ અનુસાર, કોરોનાના લગભગ 60 ટકાથી 65 ટકા દર્દીઓને સામાન્ય રીતે શ્વાસ લેવામાં તકલીફ થઇ રહી છે. તેમનું ઓક્સિજન સ્તર ઘટી રહ્યું છે, પણ મોટી સંખ્યામાં એવા મામલા પણ સામે આવ્યા છે જેમાં સંક્રમિતોનું ઓક્સિજન લેવલ બે-ત્રણ દિવસોમાં જ 80 ટકાથી નીચે ચાલ્યું જાય છે.
શ્વાસ લેવામાં તકલીફ- જો શ્વાસ લેવામાં તકલીફ થાય છે તો તેનો અર્થ છે કે કોરોના ફેફસાને પ્રભાવિત કરી રહ્યો છે. એવું ત્યારે થાય છે જ્યારે વાયરસ ઝડપથી શરીરમાં ફેલાવા લાગે છે અને ઓક્સિજન વાળા બ્લડને ફેફસા સુધી પહોંચવા દેતા નથી. જેનાથી શરીરમાં ઓક્સિજનની અછત થવા લાગે છે જે ખૂબ જ ખતરનાક છે. વધારે ઓક્સિજનની અછતથી હાઈપોક્સિયા પણ થઇ શકે છે.
છાતીમાં દુઃખાવો – જયારે વાયરસ રેસ્પિરેટરી ચેનલ અને ફેફસા સુધી પહોંચે છે તો શ્વાસ લેવામાં તકલીફ થાય છે. ફેફસાના નીચેના ભાગમાં સોજા અને શરીરમાં ઓક્સિજનની અછત જોવા મળે છે.
કોવિડ ન્યૂમોનિયા દર્દી માટે સૌથી ખતરનાક હોઇ શકે છે. જેમાં વાયરસ સંક્રમિત વ્યક્તિના ફેફસાની દીવાલોને બ્લોક કરી દે છે અને બીજા અંગોમાં બ્લડ જવા દેતું નથી. જે એયરવેની લાઇનિંગમાં મુશ્કેલી પેદા કરી શકે છે, તેમાં સોજો પેદા થઇ શકે છે.
વધુ ખાંસી -ખાંસી કોરોના વાયરસથી સંક્રમિત થવાના પ્રમુખ લક્ષણોમાંથી એક છે. આ વાયરસ શરીરના ઘણાં ભાગોમાં સોજો અને બ્લોકિંગનું કારણ બની શકે છે, જેના કારણે વધારે ખાંસી આવી શકે છે. કોરોનાના કારણે ખાંસી વધુ થાય છે અને ગળા-છાતીમાં દુઃખાવો થવા લાગે છે. આ ખાંસી સૂકી હોય છે.
બ્લડ ક્લોટ્સ – કોરોના વાયરસ બ્લડ સર્કુલેશનને પણ પ્રભાવિત કરે છે. જેના કારણે બ્લડ પ્રેશર વધી શકે છે અને બ્લડ ક્લોટ (લોહીના ગઠ્ઠા) પણ થઇ શકે છે. સંક્રમણ લોહીના માધ્યમે ફેલાવા લાગે છે તો શરીરના ઘણાં ટિશ્યૂ પણ ડેમેજ કરી શકે છે.