કોળી હત્યાકાંડ જયારે 900 જેટલા કોળી ના જીવ ગયા હતા.
ઈ.સ. ૧૮૫૭ ના સમયની માહિતી જો ઈએ તો, મહીકાંઠાના પ્રદેશમાં નાના-મોટા ૧૪૦ જેટલા તાલુકદાર હતા જે ‘કોળી જમીનદાર’ કહેવાતા હતા.
ઈડર રાજયથી આશરે ૩૦ કિ.મી. દૂર ચાંડપ’ નામનું ગામઆવેલ છે. તે સમયે ચાંડપ ગામમાં મોટા ભાગની વસાહતો કોળી સમાજની હતી.આ વસાહતોના મુખીયા નાથાજી અને યામાજી નામના કોળી જમીનદારો હતા.
તે સમયે ઈડરના રાજવી અને વડોદરા ગાયકવાડ સરકારે અંગ્રેજો સાથે સુલેહ કરી હતી. પરંતુ ચાંડપ ગામના કોળી જમીનદારો એ પોતાનું ઈમાન જાળવી રાખ્યું હતું. ઈમાન અને આઝાદીની રક્ષા
કરવા ઈ. સ. ૧૮૫૭ માં ચા૫ ગામથી ક્રાંતિકારી વિપ્લવની શરૂ થઈ હતી.
આ વિપ્લવની નેતાગીરી કોળી જમીનદાર નાથાજી અને યામાજીએ લીધી હતી. આમ તો આ કોળી જમીનદારી ઈડરના રાજવી અને વડોદરા સરકારને નિયમિત કર ભ૨તા હતા. રાજવી અને કોળી જમીનદારોને ભાઈ-ભાઈ જેવા સંબંધો હતા. પરંતુ, અંગ્રેજ હકૂમત સામેના કોળી જમીનદારોના આ ક્રાંતિકારી વિપ્લવને દબાવી દેવા માટે અંગ્રેજ હકૂમત હુકમ કર્યો.
આ હુકુમના પગલે ચાંડપ ગામમાં ૧૦ ઘોડેસવાર સિપાહીનું થાણું સ્થાપવામાં આવ્યું. કોળી ક્રાંતિકારીઓએ આ પગલાંને ગામની આંતરિક દરમિયાનગિરી કહીને વિદ્રોહ કર્યો. મળેલ માહિતી મુજબ ૧૮ સપ્ટેમ્બર ૧૮૫૭ ના દિવસે અંગ્રેજ થાણાના દશ ઘોડે સવારોને કોળી ક્રાંતિકારીઓએ મારી નાખ્યા.
આ માઠા પરિણામ બાદ હકૂમતે તા. ૨૦ સપ્ટેમ્બર ૧૮૫૭ ના દિવસે એક ખાસ લશ્કરી પલટન ચાંડપ ગામે મોકલી. ચાંડપ ગામના દેશભક્ત કોળી લોકોએ આ ખાસ પલટનને કારમો પરાજય આપ્યો. આ કારમાં પરાજયથી હતપ્રત થયેલ અંગ્રેજ સરકારે એલાન કર્યું કે, ચાંડપ ગામના કોળી ક્રાંતિકારીઓના બૂરા હાલ હવાલ કરો.
અંગ્રેજ સરકારના ફરમાનથી તા. ૧૭ ઓકટોબર ૧૮૫૭ ના દિવસે તોપ ગોળા સાથેનું મોટું લશ્કર ચાંડપ ગામપર ચડી આવ્યું. ચાંડપ ગામ ફરતે તોપો ગોઠવાણી.
આ સમયે અંગ્રેજો સાથે સુલેહ કરનાર દેશી રજવાડા તરફથી કોળી ક્રાંતિકારીઓને કોઈ રક્ષણ કે મદદ મળી નહીં. માત્ર અને માત્ર પોતાના બાહું બળ પ૨ દેશી હથિયારથી લડાઈ લડનાર કોળી ક્રાંતિકારીઓ ૫૨ તોપમારાની અગન જવાળાઓ વરસવા લાગી. આ અગન જવાળાઓમાં આશરે ૯૦૦ જેટલા કોળી સમુદાયને ભડકે બાળ્યા.આખું ગામ વેરાન કરી નાખ્યું. આટલા મોટા કોળી હત્યાકાંડનો પુરાતત્વવાદીઓએ કોઈ પુરાવો ભલે તૈયાર કર્યો ના હોય કે વૈજ્ઞાનિકોએ કોઈ રિપોર્ટ ભલે ના બનાવ્યો હોય, પણ, આટલી હદે કોળી ક્રાંતિકારી પર આચરાયેલી આ બર્બરતાની દેશ વાસીઓ કે માનવ સમાજે નોંધ પણ કેમ લીધી નથી?
સળગતા સવાલના જવાબમાં કોળી સમાજને સાબિતીના ઊંધા રવાડે ચડાવી દેતા કોળી સંસ્કૃતિ અને કોળી વિરાસતના વિરોધીઓ કંઈ પણ કહે પરંતુ આપણી સામાજિક ફરજ બને છે કે આપણે કોળી શહીદ ક્રાંતિકારીઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ.
-કરમણભાઈ કોળી (રઘુનંદન)