Cm ની સ્પીચ મા ફેરફાર કરી વિડીઓ વાયરલ કરનાર ની થય ધરપકડ
હાલ સોસીયલ મીડીયા પર વિડીઓ અને ફોટા ઓ વાયરલ કરવાની જાણે હોય ચાલુ થય હોય એવુ લાગી રહ્યુ છે થોડા દિવસ પહેલા જ સી એમ રુપાણી નો ફન્ની એડીટેડ વિડીઓ વાયરલ કરનાર ઝડપાયો હતો. ત્યાર બાદ ફરી એક વિડીયો વાયરલ થયો હતો. જેમા સી એમ ના ઓરીજનલ વિડીઓ મા એડીટ કરી વિડીઓ વાયરલ કરાયો હતો.
હાલ સોશિયલ મીડિયામાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની મેકડોનાલ્ડ કંપનીવાળી એક સ્પીચ વાઇરલ થઈ હતી. આ વીડીઓ ખુબ વાયરલ થયો હતો. આ વીડીઓ ની અસલ સ્પીચ સાથે ચેડા કરી ને વિડીઓ વાયરલ કરનાર વ્યક્તિ ને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધો છે.
જેનું નામ પ્રદીપ ભોળાનાથ કહાર (ઉં.વ.32, રહે-કહાર મહોલ્લો, દાંડ્યાબજાર)એ તેના સોશિયલ મીડિયા આઈડી ડી.જે. એડી તેમજ ડીજેએડી ઓફિશિયલ પર મુખ્યમંત્રી વિજય રૂપાણીની અસલ સ્પીચના કેટલા અંશોનો ઉપયોગ કરી તેમનાં પદ અને પ્રતિષ્ઠાને નુકસાન કરવાના ઈરાદાથી ઈલેક્ટ્રોનિક્સ દસ્તાવેજો બનાવીને સોશિયલ મીડિયા પર વાઇરલ કરી હતી. આ અંગે પોલીસે પ્રદીપ કહાર વિરુધ્ધ ગુનો નોંધી
ધરપકડ કરી હતી