Gujarat

ખેડૂતની દીકરી કર્યું નામ રોશન. પહેલા જુનીયર ક્લાર્ક અને ત્યારબાદ બની પોલીસ ઇન્સ્પેક્ટર!

હાલમાં દરેક ક્ષેત્રમાં જ્યાં જુઓ ત્યાં દીકરા કરતાં દીકરી વધુ આગળ આવી રહી છે અને અનેક સિદ્ધિઓ મેળવીને પ્રગતિનાં પંથે ચાલી રહી છે. આપણે સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક કિસ્સાઓ સાંભળવા મળતા હોય છે, ત્યારે આજે આપણે એક સામાન્ય ખેડૂતની દીકરી ની વાત કરવાની છે.

માત્ર 23 વર્ષની ઉંમરે પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા પાસ કરી હતી. પુત્રી પીઆઈની પરીક્ષામાં પાસ થતાં પરિવારમાં ખુશીની છવાઇ ગઇ . સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે,
સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીના માલણપુર ગામની ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ આખા ગુજરાતમાં મહિલાઓમાં પ્રથમ નંબર મેળવીને ઈતિહાસ રચ્યો હતો.

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવામાં આવેલ પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષામાં આ યુવતી પીઆઈની પરીક્ષામાં મહિલાઓમાં પ્રથમ ક્રમાંકે ઉત્તીર્ણ થઈને ઈતિહાસ રચ્યો હતો. સરકારી નોકરીની સાથે સાથે દિવ્યાનીબાએ પીઆઈની પરીક્ષા આપી હતી અને માત્ર 23 વર્ષની ઉંમરે પાસ કરી હતી.

ખેડૂત પુત્રી દેવ્યાનીબા બારડ ધોરણ 10માં સમગ્ર તાલુકામાં પ્રથમ નંબરે રહ્યા હતા ત્યાર બાદ તેમણે ધોરણ- 12માં 88 ટકા બાદમાં બીકોમ સાથે અમદાવાદથી સ્નાતકની પદવી મેળવી હતી. આ દરમિયાન બી.કોમ.ના અભ્યાસ દરમિયાન જ દેવ્યાનીબાએ સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાની શરૂ કરી હતી અને ગ્રેજ્યુએટ થયા બાદ જુનિયર કારકુનની પરીક્ષામાં સફળતા મેળવીને અમદાવાદ જિલ્લા પંચાયતમાં જુનિયર કારકુન તરીકે ફરજ બજાવવાની શરૂઆત કરી હતી.

ત્યાર બાદ દેવ્યાનીબાએ વધુ તૈયારીઓ શરૂ કરી હતી અને જેના પરિણામ સ્વરૂપે તેઓએ માત્ર 23 વર્ષની ઉંમરે ગુજરાત જાહેર સેવા આયોગ (GPSC)ની પોલીસ ઈન્સ્પેક્ટરની પરીક્ષા મહિલા શ્રેણીમાં ગુજરાતમાં પ્રથમ નંબરે પાસ કરી એક ઈતિહાસ રચ્યો હતો. દેવ્યાનીબા બારડની આ સફળતા બદલ સમગ્ર વિસ્તાર તથા ખાસ કરીને નાડોદા રાજપૂત સમાજ લાગણીઓની શુભેચ્છા સાથે ગૌરંવિત થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!