ગંભીર અકસ્માત મા ધારાસભ્ય ના પુત્ર અને પુત્રવધૂ સહીત સાત લોકોના મોત થયા ! કાર ની સ્પીડ
કર્ણાટક ના બેંગલુરુ મા મોડી રાત્રે એક ભંયંકર અકસ્માત ની ઘટના બની હતી. આ અકસ્માત મા મોડી રાત્રે એક લક્ષરીયસ કાર વિજપોલ સાથે ફુલ સ્પીડ મા ટકરાઈ હતી જેમાં કુલ સાત લોકોના મોત હતા. ટક્કર એટલી જોરદાર હતી કે કારના ભુક્કા નીકળી ગયા હતા. આ કાર હોસુર ના ડીએમકે ના ધારાસભ્ય વાય પ્રકાશ ની છે તેવુ જાણવા મળ્યુ હતુ. અને આ અકસ્માતમા ધારાસભ્ય ના પુત્ર અને પુત્રવધૂ નુ કરુણ મોત થયુ હતુ.
જાણવા મળતી વિગતો અનુસાર આ અકસ્માત
બેંગલુરુ શહેરના કોરમંગલામાં મોડી રાત્રે 1 વાગ્યા પછી બન્યો હતો. કાર ની ઝડપ એટલી હતી કે કાર ના ભુક્કા બોલી ગયા હતા અને કુલ છ લોકો ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા અને એક નુ સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતુ મૃત્યુ પામનાર મા 3 મહિલાઓ અને બે પુરુષો નો સમાવેશ થાય છે.
આ અકસ્માત મા જીવ ગુમાવનાર તમામ યુવા અવસ્થા ના હતા. કરુણા સાગર, બિંદુ (28), ઇશિતા (21), ડો.ધનાસુ (21), અજય ગોયલ, ઉત્સવ અને રોહિત (23) સામેલ છે. આ અકસ્માત મા જીવ ગુમાવનાર મા એક હરિયાણાનો અને એક કેરળનો રહેવાસી પણ હતો.
અકસ્માત નજરે જોનાર નુ કહેવુ છે કે તેઓએ જોરદાર વિસ્ફોટ સાંભળ્યો અને ટૂંક સમયમાં, લોકો ભેગા થયા અને એમ્બ્યુલન્સ અને પોલીસને બોલાવ્યા. તેમાંથી ચાર શ્વાસ લઈ રહ્યા ન હતા. પરંતુ થોડાક સમય મા જ તેવો મૃત્યુ પામ્યા.