અંતિમ યાત્રામાં 150 થી લોકો વધુ સામેલ થયા પછી 21 દિવસમાં ગામના 21 લોકોનું મૃત્યુ થયું.
ક્યારેક આપણે જાતે જ કરીને કોરોના થી સક્રમીત થઈ જાતા હોય છે. કારણ કે આપણે સાવચેતી નથી રાખતા અને સમજદારી ને તો જાણે આપણે માળિયે ચડાવી હોય તેવું લાગે છે. ક્યારેક આપણી બેદરકારી ન લીધે આપણે પોતાનો તેમજ બીજાનો પણ જીવ લેતા હોય છે. હાલમાં જ એક એવી ઘટના બની છે.
વાત જાણે એમ છે કે,સીકર જિલ્લાના ખીરવા ગામમાં એક કોરોનાના દર્દીના મોત બાદ શવને દફનાવવા માટે 150 લોકો એકત્ર થયા હતા, જેના 21 દિવસની અંદર અત્યાર સુધી 21 લોકોના મોત થઈ ચૂક્યા છે. ગામમાં 15 એપ્રિલથી 5 મે વચ્ચે કોરોના વાયરસ સંક્રમણના કારણે માત્ર 4ના મોત થયા છે.
અધિકારીઓના જણાવ્યા મુજબ, ગામમાં કોરોનાના કારણે ગુજરાતમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું હતું. તેનું શવ 21 એપ્રિલના રોજ ખીરવા ગામમાં લાવવામાં આવ્યું હતું. તેની અંતિમ યાત્રામાં લગભગ 150 લોકો સામેલ થયા હતા અને આ દરમિયાન કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવ્યું નહોતું.
તેમણે જણાવ્યું કે શવ અહીં પ્લાસ્ટિકની થેલીમાં લાવવામાં આવ્યું હતું, પરંતુ લોકોએ એ પ્લાસ્ટિકની થેલીને કાઢી દીધી અને ઘણા લોકોએ એ પ્રક્રિયામાં શવને સ્પર્શ પણ કર્યો હતો. સ્થાનિક પ્રશાસન તરફથી કહેવામાં આવ્યું છે કે જે મોત થયા છે તે કોરોનાના કારણે નથી થયા. છતા પણ ગામમાં અસામાન્ય મોત પાછળ કારણ શું છે તેને જાણવા માટે ડૉક્ટરોની ટીમને મોકલવામાં આવી છે. ગામમાં સંક્રમણના પ્રમાણને નિર્ધારિત કરવા માટે કુલ 157 RT-PCR સેમ્પલ એકત્ર કરવામાં આવ્યા.