ગુજરાતના આ ગામમાં આવેલું છે ભારતનું એક માત્ર પક્ષી મંદિર છે, જાણો ખાસ વાતો.
આજે આપણે જાણીશું ભારતમાં આ એક માત્ર પક્ષીઓના મંદિર વિશે આમ તો દેવી દેવતાઓના વિવિધ પ્રકારના વાહનોમાં ગરુડ,હંસ,મોર જેવા પક્ષીઓ જોવા મળે છે, પરંતુ આ મંદિરમાં ધાતુઓની વિવિધ તકતીઓમાં પ્રાણીઓ અને મોર પોપટ જેવા પક્ષીઓના આકાર કોતરેલા છે.
હિંમતનગર શહેરથી 15 કિ.મી. દૂર રાયસીંગપુર (રોડા) ગામના સીમાડામાં ચાલુકય શૈલીનું છે. સાતમી અને નવમી સદીમાં નિર્માણ પામેલા આ મંદિરના સ્તંભો, દરવાજા, કમાનો તેમજ દીવાલો ઉપર પક્ષીઓના ચિત્રો ઉપસાવેલી મૂર્તિઓની ભાત જોવા મળે છે. પુરાતત્વ વિભાગના મતે ભારતભરમાં કદાચ પક્ષીઓનું મંદિર ધરાવતું આ એકમાત્ર સ્થળ છે. પુરાતત્વ વિભાગ હસ્તકના આ મંદિરની દેખરેખ વડોદરા સ્થિત પુરાતત્વ વિભાગ કરી રહ્યો છે. આ પ્રાચીન પક્ષી મંદિરને નિહાળવા દેશ-વિદેશના પ્રવાસીઓ આવે છે.
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરથી 15 કિ.મી.ના દૂર રોડા ગામ આવેલું છે. રોડા ગામના સીમામાં પ્રાચીન અવશેષો ધરાવતા સાત મંદિરોનો સમૂહ આવેલા છે. આ મંદિરો રોડાના મંદિર તરીકે ઓળખાય છે.શિવ મંદિર અને તેના થોડા અંતરે વિષ્ણુ મંદિર આવેલું છે. મંદિરના આગળના ભાગે આવેલા કુંડની ચારે ખૂણે અન્ય મંદિરો છે. કુંડની અંદરના મંદિરોમાં એક ખૂણે વિષ્ણુ ભગવાનની મૂર્તિ અને બીજા ખૂણે માતાજીની મૂર્તિઓ છે.તેની સામે છેડે ગણપતિની મોટી મૂર્તિ અને નવગ્રહ મંદિર પણ છે. એવું માનવામાં આવે છે કે કુલ ૧૨૫ જેટલા મંદિરો હતા જેનો કાળક્રમે નાશ થયો હતો.