ગુજરાતી અને હિન્દી ફિલ્મના લોકપ્રિય કલાકારનું અચાનક થયું નિધન ! મૃત્યુ કારણ જાણીને ચોકી જશો.
આપણે સૌ કોરોનાકાળમાં અનેક બોલીવુડ તેમજ ઢોલીવુડનાં કલાકારો ગુમાવ્યા છે ત્યારે ફરી એકવાર આજવા ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મો વેબ સિરીઝ તેમજ ધારવાહિકના કલાકારોને ગુમાવ્યો છે. આજે સવાર થતા જ ફિલ્મ જગત શોકમય વાતાવરણ છવાઈ ગયું છે ત્યારે સૌ કોઈ ચોકી ગયા કે આખરે આવું અચાનક કંઈ રીતે બની શકે છે પરંતુ ઈશ્વરશક્તિ બળવાન છે જેનું આપણે સૌ કોઈ સ્વીકાર કરવો જ પડે છે.
આપણે ગુજ રાતી સિનેમા નરેશ કનોડિયા થી લઈને અનેક કલાકારો ગુમાવ્યા છે તેમજ પાછલા દોઢ વર્ષમાં ઋષિ કપૂર, ઇરફાન ખાનથી લઇને સરોજ ખાન જેવા દિગ્ગજ કલાકારોએ દુનિયાને અલવિદા કહી દીધું છે. તેવામાં વધુ એક ટેલેન્ટેડ અભિનેતાએ આજે આ ફાની દુનિયાને અલવિદા કહી દીધું છે. અમે વાત કરી રહ્યાં છીએ અમિત મિસ્ત્રીની. અમિત મિસ્ત્રીને આજે વહેલી સવારે હાર્ટ એટેક આવ્યો જે બાદ તેમનું નિધન થયું છે.
અમિત મિસ્ત્રી ટેલિવિઝનનો જાણીતો ચહેરો રહ્યાં. તેમણે ઘણા ટીવી શૉ કર્યા હતા. તેમણે શોર ઇન ધ સિટી, હેરા ફેરી, તેનાલી રમન, મેડમ સર જેવી બોલીવુડ ફિલ્મો અને બંદીશ બેંડિટ્સ જેવી વેબ સીરીઝમાં પોતાના અભિનયના ઓજસ પાથર્યા હતા ત્યારે આજે તેમનું નિધન થવાથી ફિલ્મ જગતમાં તેમની ખોટ સદાય વર્તાશે.