ગુજરાતી નાટ્યકાર ભરત દવેનું અકાળે નિધન થયું,રંગભૂમિમાં શોકમય વાતાવરણ.
ખરેખર વિધાતા શું કરવાનું વિચારી રહ્યો છે, તે સમજાતું નથી! કલાજગતમાં અનેક કલાકારો ગુમાવ્યા છે ,ત્યારે આજના દિવસે રંગભૂમિએ પોતાનો સમ્રાટ ગુમાવ્યો છે. કહેવાય છે ને કે ગુજરાતી ફિલ્મોની પહેલા ભવાઈ અને ત્યારબાદ જૂની રંગભૂમિ અને પછી આવી નવી રંગભૂમિ અને હવે યુગ બદલાય ગયો છે, ત્યારે અજગતમાં નાટ્યકાર થકી લોકોને નાટકોની ભેટ મળી.
આજે ગુજરાતી રંગભૂમિના લોકપ્રિય એવા નાટ્યકાર ભરત દવેને અકાળે નિધન થતા ગુજરાતી સિનેમા અને રંગભૂમીને મોટી ખોટ પડી છે, પરતું કેહવાય છે ને એલ કલાકાર ક્યારેય મરતો જ નથી તે હંમેશા જીવત રહે છે.
ચાલો એક નજર ભરત દવેના જીવન પર કરીએ ભરત દવે એ ગુજરાતના કલાસંસ્કૃતિ ક્ષેત્રે આપેલું યોગદાન અતિમૂલ્યવાન રહ્યુ છે. તેમને 1990માં રંગભૂમિ પર કરેલા તેમના પ્રદાન માટે ગુજરાત સરકારે ગૌરવ પુરસ્કારથી સન્માનિત કરેલા. તેમની એક જાણીતી ટેલિવિઝન શ્રેણી ભલા ભૂસાના ભેદભરમ અને નાટક માનવીની ભવાઈ માટે ક્રિટિક્સ સંધાન એવર્ડ મળેલો.
ઈસરો તરફથી પાણી બચાવો નામની એકવીસ સેકંડની વીડિયો સ્પોટ માટે કેરળ ખાતે આંતરરાષ્ટ્રીય વિકાસલક્ષી ફિલ્મ ફેસ્ટિવલમાં દ્વિતીય પારિતોષિક મળેલું. પ્રતિષ્ઠિત કુમાર સામાયિકમાં છપાતી લેખમાળા ચળવળ નામે નાટક માટે તેમને 2016નો કુમાર સુવર્ણચંદ્રક તેમના પુસ્તક વાસ્વવાદી નાટક માટે સુરતની નર્મદ ગુજરાતી સભા તરફથી 2012થી 2016ના સમયગાળાનો નર્મદ ચંદ્રક જાહેર થયેલા છે. ગુજરાતી સાહિત્ય પરિષદે નાટ્યકલા પરના તેમના બે પુસ્તકોને પારિતોષિકો આપીને સન્માનિત કર્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ પણ તેમના પુસ્તક મહાન પાશ્વાત્ય ચિંતકોને પુરસ્કૃત કર્યુ છે.