ગુજરાત ના આ જીલ્લા મા લાગ્યુ 7 દિવસ નુ લોક ડાઉન..જાણો શુ ચાલુ
કોરોના નુ સંક્રમણ સતત વધી રહ્યુ છે ત્યારે લોકો પોતા ની જાતે સમજી રહયા છે અને દરેક નિયમો નુ પાલન કરતા જોવા મળી રહ્યા છે આમ છતા ગુજરાત મા કેસો ની સંખ્યા દિવસે દિવસે વધતી જાય છે ત્યારે ગુજરાત ના બોટાદ મા 7 દીવસ નુ લોક ડાઉન લાગ્યુ છે.
બોટાદ જીલ્લા મા કોરોના નુ સંક્રમણ સતત વધી રહ્યુ હતુ અને છેલ્લા સાત દીવસ મા 231 કેસો નોંધાયા હતા આ બાબતો ને ધ્યાન મા લઈ બોટાદ નગરપાલિકાના ટાઉનહોલમાં નગરપાલિકાના પ્રમુખ રાજેશ્રીબેન વોરા, નગરપાલિકાના સભ્યો તેમજ વેપારી એસોસિએશન અને સામાજિક સંસ્થાઓના આગેવાનોની બેઠક મળી હતી.
આ બેઠક મા સૌના સુચનો લઈ ને 7 દીવસ નુ લોક ડાઉન જાહેર કરવા મા આવ્યુ હતુ. આ લોકડાઉન 21 થી 27 એપ્રિલ સુધી રહેશે આ લોક ડાઉન મા જરુરી આવશ્યક ચીજ વસ્તુ ઓ ની સેવા ચાલુ રહેશે. જ્યારે કાળા બજારીઓ કરતા લોકો સામે કડક પગલા લેવામાં આવશે.