ગોંડલ નજીકનું આ ગામ સ્થિતિ વણસે તે પહેલા ચેતી ગયુંઃ જાહેર કર્યું સ્વયંભૂ લોકડાઉન…
ગુજરાત હાઇકોર્ટે કોરોનાની સ્થિતિને લઈને રાજ્યમાં સંક્રમણની ચેઇન તોડવા માટે 3-4 દિવસ કર્ફ્યૂ કે લૉકડાઉનનું સરકારને સૂચન કર્યું હતું. આ અંગે કૉર કમિટીની બેઠક બાદ CM વિજય રૂપાણીએ રાજ્યની 8 મહાનગરપાલિકા સહિત 20 શહેરોમાં રાત્રે 8 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂની જાહેરાત કરી હતી.
ગુજરાતમાં સ્થિતિ એ હદે વણસી ગઈ છે કે, હવે બધા જ લોકો જાતે જ ચેતી જવું પડશે. કોરોનાને લઈને અમદાવાદ અને સુરત જેવા શહેરોની સ્થિતિ તો સૌથી વધારે ખરાબ છે કારણ કે, અહીંયા હવે હોસ્પિટલોમાં બેડ પણ ખૂટી પડ્યા છે. સ્મશાનો સતત ધગી રહ્યા છે અને સુરતમાં એક જગ્યાએ લાશો માટે ગોડાઉન બનાવવું પડ્યું તેવી સ્થિતિ આવી છે. ત્યારે હવે નાગરિકોની પણ ફરજ બને છે કે, આપણે બધાએ સ્વયંભૂ રીતે ચેતી જવું. કારણકે વર્તમાન પરિસ્થિતિ અનુસાર જો ચેતીશું તો જ બચીશું.
અને આ જ કડીમાં, ગોંડલની નજીક આવેલ જામવાડી ગામમાં સરપંચ લીનાબેન પ્રફુલ ભાઈ ટોળીયા દ્વારા તાકીદની મીટિંગ બોલાવવામાં આવી હતી જેમાં ઉપસરપંચ વિનોદભાઈ મોણપરા ગ્રામ પંચાયતના સદસ્યો, આરોગ્યના અધિકારીઓ તેમજ તલાટી કમ મંત્રી સહિતનાઓ હાજર રહ્યા હતા ગામમાં વધુ કોરોના ને ફેલાતો અટકાવવા માટે આંશિક લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. આ ઉપરાંત જરૂરી ચીજવસ્તુઓની દુકાનો સવારે 6થી 9 અને સાંજે સાડા 5થી 8 દરમિયાન સરકારી ગાઈડલાઈન્સ મુજબ ખુલ્લી રાખવામાં આવશે, તેમજ ફેરિયાઓને પ્રવેશબંધ કરવામાં આવ્યો છે. બહારગામ આવવા-જવા માટે ગ્રામ પંચાયતનો સંપર્ક કરવાનો રહેશે.
જસદણ તાલુકાના કાનપર ગામે આજથી ગામલોકોએ અને ગ્રામ પંચાયત સાથ સહકારથી સ્વયંભૂ લોકઙાઉન જાહેર કરવામાં આવ્યુંછે. ગામમાં સવારે 6થી 12 સુધી દુકાનો ખુલ્લી રાખવી અને સાંજે 5થી 8 સુધી દુકાનો ખુલ્લી રહેશે. ગ્રામ પંચાયત અને ગામલોકોએ મિટિંગ બોલાવવામાં આવી હતી. ગામના તમામ લોકોએ હાલમાં કોરોનાની મહામારી વધી રહી છે. ગામમાં કેસ થાય તે પહેલાં લોકોએ સાવચેતી રાખવા માટે કાનપરના લોકોએ જણાવ્યું હતું કે કોરોનાના કેસો પણ વધી રહી છે. ત્યારે ગ્રામજનો અને આગેવાનો સાથે મિટિંગ બોલાવવામાં આવી હતી.