India

ઘર-ઓફિસમાં ACના માધ્યમથી ફેલાઈ રહ્યો છે કોરોના, રાખો આ સાવધાની

WHOએ પણ કોરોના વાયરસને અટકાવવામાં વેન્ટિલેશનની ભૂમિકાને મહત્ત્વની ગણાવી છે. મે મહિનાની શરૂઆતમાં WHO તરફથી કહેવામાં આવ્યું હતું કે, હાલની પરિસ્થિતિ જણાવે છે કે, ગત અઠવાડિયે સાયન્સ જર્નલમાં છપાયેલી એક સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે, ઘરની અંદરની સ્વચ્છ હવા આપણી બીમારી સામે લડવામાં મદદ કરે છે, સાથે જ તે ફ્લૂ અથવા કોઈપણ શ્વસન સંક્રમણને ફેલાવાના જોખમને ઓછું કરે છે.

આ કીટાણુઓ અને તેમની સાથે સંકળાયેલી બીમારીઓથી બચવા માટે ઈમારતોમાં વેન્ટિલેશન અને ફિલ્ટ્રેશન હોવું જરૂરી છે. પંખાને એવી રીતે ના લગાવવા જોઈએ કે જેથી દૂષિત હવા સીધી કોઈકની તરફ જાય. કિચનમાં એક્ઝોસ્ટ ફેન લગાવવો જરૂરી છે. જો બારી અને દરવાજા બંધ હોય તો એક્ઝોસ્ટ ફેન ચાલુ જ રાખવો. ગામડાઓમાં કાચા મકાનમાં જ્યાં ક્રોસ વેન્ટિલેશની સુવિધા નથી, ત્યાં એક્ઝોસ્ટ ફેનની સાથે જાળી લગાવવી જોઈએ.

બારી અને દરવાજાઓ બંધ રાખીને એસી ચાલુ કરવાથી સંક્રમિત હવા આખા એરિયામાં ફેલાઈ જાય છે. આથી, એસી ચાલુ કરો ત્યારે બારી અથવા દરવાજો થોડો ખુલ્લો રાખવા જોઈએ, જેથી તાજી હવા અંદર આવી શકે અને વાયરસના નાના કણ હવામાં ભળીને બહાર નીકળી શકે.

જે જગ્યાઓમાં સેન્ટ્રલાઈઝ્ડ એસીનો ઉપયોગ કરવામાં આવે છે, જેમ કે ઓફિસ, ઓડિટોરિયમ, શોપિંગ મોલ્સ ત્યાં રૂફ વેન્ટિલેટર્સ અને ફિલ્ટર્સ પર ધ્યાન આપવું જોઈએ. આ ફિલ્ટર્સની નિયમિતરીતે સફાઈ કરવી જોઈએ.પબ્લિક ટ્રાન્સપોર્ટ વાહનોમાં હવાનો ક્રોસ ફ્લો થવો જરૂરી છે. બસો અને ટ્રેનોની બારીઓ ખુલ્લી હોવી જોઈએ. એસીવાળી બસ અથવા ટ્રેનમાં વાયુ પ્રવાહને સુધારવા માટે એક્ઝોસ્ટ સિસ્ટમ શરૂ કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!