જળાશયમાં પાણી ઓછું થયું તો, ખુલ્યું 3400 વર્ષ જૂનું રહસ્ય…
ક્યારેક-ક્યારે અજાણતામાં આપણને કંઈક એવું મળી જતું હોય છે કે, જેની આપણે ક્યારેય કલ્પના જ ન કરી હોય. આવી જ કંઈક ઘટના ઈરાંકના કુર્દિસ્તાનમાં સામે આવી છે. અહીંયા એક જળાશયનું પાણી જેવું ઓછું થયું કે તરત જ 3400 વર્ષ જૂનું એક સત્ય સામે આવી ગયું કે જેને જોઈને વૈજ્ઞાનિકો પણ હેરાન થઈ ગયા.
આ શોધ ટિગરિસ નદીના તટ પર બનેલા મોસુલ બાંધમાં પાણી ઓછું થવાના કારણે થઈ. આ શોધનો શ્રેય કુર્દિશ-જર્મન સંશોધકોને જાય છે. પુરાતત્વવિદોને પ્રથમવાર 2010 માં આ જગ્યા વિશેની માહિતી મળી હતી. તે સમયે પણ જળાશયમાં પાણી ઓછું હતું પરંતુ ત્યારે ખોદકામ થઈ શક્યું નહોતું.
હકીકતમાં, જળાશયમાં 3400 વર્ષ જૂના એક મહેલના અવશેષો મળી આવ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મહેલ ત્યારનો છે કે જ્યારે અહીંયા મિત્તાની સામ્રાજ્યનું રાજ હતું.
પુરાતત્વવૈજ્ઞાનિક ઈવાના પુલિત્સએ જણાવ્યું કે, મહેલની ઈમારતને ખૂબ જ સાવધાનીથી ડિઝાઈન કરવામાં આવી છે, જેમાં બે મીટર મોટી માટીની દિવાલ છે. જો કે, કેટલીક દિવાલો આના કરતા પણ મોટી છે જ્યારે અલગ-અલગ રૂમોમાં પ્લાસ્ટર થયેલી દિવાલો પણ છે.
ખોદકામ દરમિયાન મહેલમાંથી લાલ અને લિલા રંગની પેઈન્ટિંગ્સ મળી છે. આ પેઈન્ટિંગ્સ પ્રાચીન કાળમાં મહેલોની વિશેષતા હતી. સાઈટની પ્રારંભિક તપાસના આધાર પર એ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે, મહેલ મૂળ રૂપથી 65 ફૂટ (22 મીટર) ઉંચો હતો.
3400 વર્ષ જૂના આ મહેલથી 10 એવા નાના-નાના પત્થરો પણ મળ્યા છે કે જેના પર કંઈક લખેલું છે. આપત્થરોને ક્યુનિફોર્મ ટેબલેટ કહે છે. હકીકતમાં, ક્યુનિફોર્મમાં લખવાની એક પ્રાચીન શૈલી હતી. આ પત્થરો પર શું લખેલું છે? તેના અનુવાદ માટે પત્થરોને જર્મની મોકલવામાં આવ્યા છે.
પુરાતત્વવિદોનું કહેવું છે કે, મિત્તાની સામ્રાજ્ય મામલે બહુ ઓછી શોધ થઈ છે, પરંતુ આ શોધ બાદ તેના વિશે વધારે જાણકારીઓ સામે આવશે.