Gujarat

જાણો કેવુ હતુ મહારાજા કૃષ્ણકુમારસિંહજી નુ જીવન, જાણી ને ગર્વ થશે..

ભાવનગરનું નામ સાંભળતાની સાથે જ સૌથી પહેલા મહારાજ કૃષ્ણકુમારસિંહજી યાદ આવે છે. રાજાઓ ઘણાં થયા ભાવનગરની ધરા પર પરંતુ કૃષ્ણકુમારસિંહજીની તો વાત જ કંઈક અલગ છે. ચાલો ત્યારે આપણે આજે તેમની વીરગાથા જાણીએ.

મહારાજા ભાવસિંહજીને લગ્નજીવનના બે દાયકા સુધી પુત્રનું સંતાનસુખ મળ્યું ન હતું. તેમના પહેલા લગ્ન દેવગઢ બારીયાના રાજકુમારી દેવકુંવરબા સાથે ૧૮૯૩માં થયેલું અને તેમને સંતાનમાં એકમાત્ર રાજકુમારી મનહરકુંવરબા હતા. તેમનું અવસાન ૧૯૦૩માં થતા મહારાજા ભાવસિંહજી (બીજા)એ ઘણા આગ્રહ બાદ આખરે ૧૯૦૫માં ખીરસરાના રાજકુમારી નંદકુંવરબા સાથે લગ્ન કર્યો હતા. જો કે, લગ્નના ઘણાં વર્ષો સુધી રાજગાદીને સંભાળનાર પુત્ર સંતાન નહીં થતાં દિવાનસાહેબ પ્રભાશંકર પટ્ટણીએ દાઢી વધારવા વગેરેની બાધા રાખી હતી. ભાવસિંહજીની પાર્થના ઈશ્વરે સ્વીકારી અને તેમને ત્યાં પુત્રસુખ આપ્યું જેમનું નામ ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાયું.

મહારાજા કૃષ્ણકુમારસિંહજીનો જન્મ ૧૯મી મે ૧૯૧૨ના રોજ થયો હતો. નંદકુંવરબાએ પુત્રરત્નનો જન્મ આપતા રાજપરિવારમાં આનંદ છવાયો હતો. ભાવનગર રાજ્યના યુવરાજ અને વારસદારના નામ કરણ માટે મહારાજા ભાવસિંહજી (બીજા)એ તેમના ટયૂટર ગણપતરામ અનુપરામ ત્રવાડી (૧૮૪૮-૧૯૧૯)ને સુરત તેમના વતનથી ખાસ નિમંત્રણ આપી ભાવનગર બોલાવ્યા હતા અને તેમણે જ ભાવનગર સ્ટેટના યુવરાજની જન્મપત્રિકા જોઈ કૃષ્ણકુમારસિંહજી નામ સૂચવ્યું હતું. નામ મુજબ તેમનું ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે નામ લખાયેલું છે.

ભાવનગર રાજ્યના ૯મા મહારાજા તરીકે ૩૪ વર્ષ સુધી શાસન કરનાર કૃષ્ણકુમારસિંહજી માત્ર ૭ વર્ષની બાળ ઉંમરે જ રાજ્યની જવાબદારી માથે આવી હતી પરંતુ પુખ્યવયના થતાં તેઓએ ૧૯૩૧માં રાજ્યની ગાદી સંભાળી લીધી અને ભાવનગર તેમજ પ્રજાના કલ્યાણ અર્થે અનેક કાર્યો કર્યા જેનું ઋણ આજની પેઢી પણ ન ચૂકવી શકે.

એવું કહેવાય છે કે, મહારાણી સાહેબા નંદકુંવરબાના કુખે જન્મેલા મહારાજા કૃષ્ણકુમારસિંહજીને પ્રજાના સુખાકારી માટેના કાર્યો કરવાનો વારસો પેઢી દર પેઢીથી મળ્યો હતો, જેને જીવનનાં અંત સુધી જાળવી રાખ્યો. ગોહિલકુલમાં કુલ 28 મહારાજઓ એ આ ધરા પર રાજ કર્યું જ્યારે ગોહિલવંશની રાજધાની સિહોરથી સ્થળાંતર કરી વર્ષ ૧૭૨૩માં અખાત્રીજના દિવસે ભાવસિંહજી (પહેલા)એ ભાવનગરની સ્થાપના કરી હતી. આ રાજ્યની સ્થાપના બાદ ગોહિલકુળનું શાસન તે પહેલાના પાંચસો વર્ષથી ચાલ્યું આવતું હતું. જેમાં તેમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર રાજ્યના ૯મા મહારાજા હતા.

ચાલો આપણે એક નજર મહારાજ કૃષ્ણકુમારસિંહજીના જીવન પર કરીએ :- રાજકોટની રાજકુમાર કોલેજ અને ઈંગ્લેન્ડની પબ્લીક સ્કૂલમાં અભ્યાસ કર્યો બાદ ૧૯૩૧માં રાજ્યનું શાસન સંભાળ્યાના તે જ વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ ગોંડલ સ્ટેટના મહારાજા ભોજિરાજસિંહજીના પુત્રી રાજકુમારી વિજ્યાકુંવરબા સાથે લગ્ન કર્યો અને ભાવનગર રાજ્યના દિવાન પ્રભાશંકર પટ્ટણીના સાનિધ્ય અને માર્ગદર્શન હેઠળ તેમણે’મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્ર પર પ્રજાલક્ષી કાર્યો ઉપરાંત ભાવનગર રાજ્યની ધારાસભા, ગ્રામ પંચાયતની રચના અને રાજ્ય વેરા વસૂલાત પધ્ધિતમાં સુધારા કર્યા.
ગતિમય શાસન કારણે મહારાજને ૧૯૩૮માં કે.સી.એસ.આઈ.ના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા. ગૌરવ જેવી વાત એ છે કે, માત્ર ૧૨-૧૩ વર્ષની ઉંમરના હતા ત્યારે ગાંધીજી સાથે તેમની ભાવનગરમાં મુલાકાત પણ થઈ હતી. અખંડ ભારતના નિર્માણ માટે દેશી રાજ્યોના વિલિનીકરણના મહાયજ્ઞામાં ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ સૌપ્રથમ પુનિત આહૂતિ આપીતા.૧૫-૧-૧૯૪૮માં રાષ્ટ્રના ચરણોમાં પોતાનું રજવાડું અર્પણ કરી દીધું હતું. રજવાડું રાષ્ટ્રને અર્પણ કર્યો બાદ તે જ વર્ષે મહારાજા કૃષ્ણકુમારસિંહજી મદ્રાસ પ્રાંત (તામિલનાડુ)ના પ્રથમ ગર્વનર (રાજ્યપાલ) બન્યા હતા.

માસિક માત્ર ૧ રૃપિયાનું પ્રતિક માનદ્ વેતન સ્વીકારી તેઓએ ઈ.સ.૧૯૫૨ સુધી ગર્વનર તરીકે સેવા આપી હતી અને પોતાના જીવનમાં તેઓએ પ્રજાના હિતાર્થ અર્થે જ વિચાર્યું છે અને જીવનપર્યાત ‘મારી પ્રજાનું કલ્યાણ થાઓ’ સૂત્રને વળગી રહેલા. જીવમમાં દરેકનો અંતિમ સમય નક્કી જ હોય છે. મહારાજા કૃષ્ણકુમારસિંહજીની તા.૨-૪-૧૯૬૫ ના રોજ હૃદયરોગના હુમલાથી અવસાન થયું અને આ દુનિયાને અને ભવાનગરની ધરા પરથી વિદાય લીધી પરંતુ આજે પણ ભવાનગરની કણે કણમાં તેમનો વાસ છે, તેમજ તેમને આપેલો વારસો આજે પણ હયાત છે જે ભાવનગર શહેરમાં કૃષ્ણકુમારસિંહજીની યાદ અપાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!