જાણો શા માટે દ્વારકાધીશનું મંદિર આથમણા દ્વારે છે.
દ્વારકાધીશ મંદિર વિશ્વનું સૌથી અદ્ભૂત સ્થાન છે! સ્વંયમ નારાયણ મથુરા છોડીને 21 વર્ષની વયે પોતાના ચરણારવિંદ થી ગુજરાતની પાવન ભૂમિને ધન્ય બનાવી. અરબી સમુદ્ર કાંઠે ભગવાને સોનાની દ્વારકા નગરીનું નિર્માણ કરાવ્યું. આ મંદિર આજે લાખો ભાવિભક્તોનું કેન્દ્ર છે. ત્યારે એ વાત જાણીને નવાઈ લાગશે કે, ભારતના તમામ મંદિરો ઉગમણા દ્વારે હોય છે, પરતું દ્વારકાનું મંદિર આથમણા દ્વારે છે. તમને જાણીને નવાઈ લાગશે કે, આ દ્વારકાનું મંદિર આથમણા દ્વારે એક ચારણની ભક્તિથી થયું.
શ્રી કૃષ્ણની ભક્તિ અનેક લોકોએ કરી છે! રાજાધિરાજ સ્વરૂપે બિરાજમાન દ્વારકાધીશની ભક્તિ કરનાર કોલવા ભગતની ભક્તિ કંઈક અનોખી હતી જેના લીધે તે આજે આથમણા દ્વારે થી કાનુડો ઓળખાય છે. વાત જાણે એમ છે કે, કોલવા ભગત નિત્ય દ્વારકાધીશને દૂધ ચડાવવા જાય પરતું કારણોસર બહારગામ જવાનું થયું આથી તેને પોતાના નાના ભાઈ નભાને આ કામ સોંપ્યું. નભા ભગત સાવ ભોળો માણસ તે તો બોધળું ભરીને દ્વારકાધીશને દૂધ પીવડાવવા ગયો અને અનેક વખત કહ્યા છતાં દ્વારકાધીશ દુધ ન પીવે!
હકોલવા ભગત તો રોજ મૂર્તિ પર દૂધ ચડાવતા આ વાત નભા ભગત અજાણ હતા અને પોતાની ભોળાપણા ન લીધે એને તો દ્વારકાધીશની સામેં ઊંચે અવાજે ત્રાડ પાડી અને હાથમાં લીધી લાકડી ત્યાં તો દ્વારકાધીશ મૂર્તિમાંથી મોઢું બહાર કાઢીને દુધ પી ગયા. આ વાતની જાણ કોલવા ભગત ને થઈ એટકે તેને થયું કે હું 25 વર્ષથી દુધ ચડાવવા આવું છું પણ ભગવાને મને દર્શન ન આપ્યા.
કોલવા ભગત મંદિર પાછળ જઈને બેસી ગયા ત્યારે દ્વારકાધીશએ કહ્યું કે હૈ કોલવા ભગવાને તને બે પગ આપ્યા છે આમ ફરિને તું આગળ તો આવ તારા હાથે થી દુધ પી. ત્યારે કોલવા ગોઠણ થી બંને પગને ભાગી નાખ્યા ત્યારે દ્વારકાવાળો દોડીને આગળ આવ્યો ત્યારે કોલવા કહ્યું એમ નહિ કાના તું તારું મંદિર આ તરફ ફેરવી નાખ. ત્યારે સ્વંયમ દ્વારકાધીશ આથમણા દ્વારે મંદિર કર્યું ત્યારે ભગવાને પૂછ્યું કે આવું કેમ કર્યું? ત્યારે કોલવા કહ્યું હે નાથ તમામ દેવો ઉગમણા દ્વારે છે જ્યારે તું તો જગતનો નાથ કહેવાય તારે તો અંદર બાજુ મોઢું ક્રીન3 બેસવું ન જોઈએ તારે તો સમુદ્ર તરફ રહીને રક્ષા કરવી જોઈએ. આજે આ મંદિર આથમણા દ્વારે છે, આવી હતી એક ચારણની ભક્તિ જેના લીધે દ્વારકાધીશને તેમનું નિજ મંદિર ને આથમણા દ્વારે કર્યું.