જાણો હરસ મસા ના ચાર સ્ટેજ અને હરસ મસા થવાના કારણો ! પેલા અને બીજા સ્ટેજ મા ખબર પડશે તો બચી જશો
હરસ મસા ખુબ પીડિદાઈ બીમારી છે અને ઘણી વખત એવુ બને છે કે દર્દી ને ખબર પણ ના પડે અને તે ત્રીજા અને ચોથા સ્ટેજ મા પહોચી જતો હોય છે.
હરસ મસા ના પ્રથમ સ્ટેજ ની વાત કરીએ તો મુખ્યત્વે અપચો અને બાદી રહે છે આ ઉપરાંત ગેસ ની સમસ્યા હોય છે ઘણી વખત દર્દી ને આ બાબતે નો ખ્યાલ નથી આવતો હોતો. જયારે બીજા સ્ટેજ મા દર્દી ને સંડાસ કરતી વખતે બળ પ્રયોગ કરવો પડે છે અને ગુદામાર્ગ મા બળતરા થાય છે જો સમયસર પેલા અને બીજા સ્ટેજ મા સારવાર કરવામા આવે તો હરસ મસા ને મટાડી શકાય છે.
ત્રીજા સ્ટેજ ની વાત કરીએ તો હરસ મસા ની સમસ્યા વધી જતી હોય છે અને ત્રીજા સ્ટેજ મા સખત પીડા થાય છે ઉપરાંત મળ મા લોહી આવવાની સમસ્યા પણ થાય છે અને ચોથા સ્ટેજ મા પણ ખુબ દુખાવો અને ચીરા પડવા અને લોહી આવવાની સમસ્યા રહે છે. ચોથા સ્ટેજ મા ઓપરેશન કરાવવુ પડે તેવી શક્યતા ઉભી થાય છે.
હરસ મસા ના થવાના મુખ્ય કારણો જોઈએ તો તીખો તળેલો ખોરાક ઉપરાંત ઉપરાંત વધારે પડતા ફીટ બેલ્ટ પહેરવા , ઈટાલીયા ટોઈલેટ મા વધારે બેઠવુ , લસણ અને ઠુંગળી નો વધારે ભોજન મા ઉપયોગ અને મોબાઈલ નો ટોઈલેટ મા ઉપયોગ કરવો.