જાણો હાલ ની વાવાઝોડા ની સ્થિતિ શુ છે કયા વિસ્તાર મા વધુ નુકશાન થયુ ??
અરબ સાગર માથી ઉભુ થયેલું વાવાઝોડુ ભારે વિનાશકારી સાબીત થયુ છે.સોમવાર થી ત્રાટકેલુ વાવાઝોડા એ સૌરાષ્ટ્ર ને ધમરોળયુ હતુ અને મોટા ભાગ ના ક્ષેત્રો મા વિજ પોલ ધરાશાયી થયા હોવાથી ઈલેકટ્રીકસીટી પુરવઠો ખોરવાયો હતો અને હાલ મંગળવારે સવારે હવામાન ખાતા ના જણાવ્યા અનુસાર વાવાઝોડુ થોડું નબળુ પડયુ હતુ.
ટાઉતે વાવાઝોડુ સોમવારે રાત્રી ના 8 થી 9 વાગ્યા વચ્ચે ના દિવ અને ઉના ત્રાટક્યું હતુ અને હવામાન વિભાગ (IMD) મુજબ, લેન્ડફોલની પ્રક્રિયા રાત્રે 12 વાગ્યા સુધી ચાલુ રહી. જોકે, અધિકારીઓ મુજબ, આ દરમિયાન કોઈ પણ પ્રકારની જાનહાનિના અહેવાલ નથી.
આ ઉપરાંત અન્ય રાજ્યો ની વાત કરીએ તો મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત ટાઉતેએ ગોવામાં પણ જોરદાર વિનાશ વેર્યો છે. રવિવારે રાજ્યના દરિયાકાંઠા વિસ્તારોમાંથી પસાર થતાં વીજળીના 700 થાંભલા પડી ગયા અને 200-300 ટ્રાન્સફોર્મર્સને નુકસાન પહોંચ્યું છે.