Gujarat

જીવનની એકલતા દુર કરવા વૃદ્ધ દંપતીએ ફરી લગ્ન કર્યા! બંનેની મુલાકાત પાછળ રસપ્રદ વાત જાણો.

દરેકના જીવનમાં એક નવો વળાંક ત્યારે આવે છે, જ્યારે તેમનાં જીવનમાં કોઈ સાથીનું આગમન થાય છે. ખરેખર લગ્ન એટલે તમારા જીવનની એક નવી શરૂઆત અને જીવન બીજા પ્રકરણની શરૂઆત સમજી લો. ઘણાં લોકો લગ્નજીવનને સમજી શકતા નથી કારણ કે, સમજણ અને સમજોતાં વગર કોઈ પણ સંબંધ ટકી નથી રહેતો. આજે આપણે એક એવાં દંપતીની વાત કરવાની છે જેમણે એવી ઉંમરે લગ્ન કર્યા કે આજના યુવાપેઢીઓ માટે પણ સમજવા જેવું છે કે, જીવનમાં જીવન સાથીનું શું મહત્વ હોય છે? હાલમાં જ એક એવી ઘટના ઘટી છે, જેનાં પર સૌ કોઇસ કંઈક શીખ લેવી જોઈએ. સંતાનો જ્યારે પોતાનાં માતા-પિતાના લગ્ન કરાવે ત્યારે ખરેખર આ એક અનેરો પ્રસંગ કહેવાય. આવી જ એક ઘટના ઘટી છે, મુંબઇ અને વડોદરામાં રહેતાં બે વૃદ્ધ દંપતીઓ વચ્ચે. આ બંનેનાં જીવનસાથીઓ ન હતાં અને ઘડપણમાં એકલતા વધુ પીડાદાયક હોય છે.

જીવનના પાછલા સમયની એકલતા દૂર કરવા અંકલેશ્વરના 68 વર્ષીય વર અને મુંબઈનાં 65 વર્ષીય વધુએ ફરી પ્રભુતામાં પગલાં માંડ્યા અને બંને વડોદરામાં રહેવાંનું પસંદ કર્યું છે. વાત જાણે એમ છે કે, મુંબઈનાં વૃદ્ધાએ એકલતા દૂર કરવા ફરીથી લગ્ન કરવાનો વિચાર બાળકો સામે મૂક્યો તો અને ખુશીની વાત એ છે કે, બાળકો પોતાના માતાપિતાના જીવનને સમજી શકે. આ વૃદ્ધ મહિલામાં પરીવારના લોકોએ પણ આ વિચારને અપનાવ્યો.

આ બંનેના લગ્ન એકદમ સાદાઈ પૂર્વક કરવામાં આવ્યા અને બંનેનાં પરિવાર ખૂબ જ ખુશ હતા અને હાલ બંને જનાઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે ફરવા ગયાં છે. ખરેખર જીવનનાં અંતકાળે જીવન સાથી જરૂર હોવું જોઈએ માણસની એકલતા દૂર કરવા એક વ્યક્તિ જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!