જુઓ રેલવે કર્મચારી પોતાનો જીવ જોખમ મૂકી બાળકને મોતના મુખમાંથી બચાવ્યો.
આપણા ગુજરાતીમાં કહેવત છે કે, રામ રાખે તેને કોણ ચાખે! ખરેખર ક્યારેક કોઈ વ્યક્તિને આ કહેવત લાગુ પડતી હોય છે. મનુષ્ય જ્યારે જમ્મે છે ત્યારે તેનું મૃત્યુ નક્કી જ હોય છે પરંતુ ક્યારેક એવું પણ બનતું હોય છે કે માણસ મોતના મુખમાંથી પાછો આવી જાય છે. હાલમાં જ એક એવી એક ઘટના બની જેમાં એક બાળકનો જીવ જવાને આરો હતો પરંતુ એક રેલવે કર્મચારી દેવદૂત બનીને આવ્યા.
આ વીડિયો છે મહારાષ્ટ્રનો અને સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં કર્મચારીની વાહ વાહ કરી રહ્યા છે અને આપણા કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે પણ આ રેલવે કર્મચારીની પ્રશંસા કરી છે. પોતાનો જીવ જોખમમાં મૂકી બાળકનો જીવ બચાવનાર કર્મચારીનું નામ મયુર શુલ્કે છે.
ઘટના જાણે એમ હતી કે, તા.17 એપ્રિલના રોજ જ્યારે એક બાળક પોતાના વડીલ સાથે રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં.2 પર જઈ રહ્યું હતું ત્યારે બેલેન્સ ગુમાવતા બાળક ટ્રેક પર પડ્યું હતું. એ સમયે એ જ ટ્રેક પર પુરપાટ વેગે આવી રહેલી ટ્રેન જોઈને રેલવે કર્મચારી બાળકને બચાવવા માટે દોડ્યો હતો. વીડિયોમાં જોતા પહેલી વખત એવું લાગે કે, બાળક બચે એમ જ નથી. પણ બીજી તરફ દેવ બનીને દોડેલા મયુરે બાળકનો જીવ બચાવ્યો હતો.
પ્લેટફોર્મની બીજી તરફથી આવીને મુયરે બાળકનો ઉઠાવી પ્લેટફોર્મ મૂકી પોતે પણ દૂર ખસી ગયો હતો. આમ બાળકનો પણ જીવ બચ્યો અને રેલવે કર્મચારીનો પણ જીવ બચી ગયો હતો. બાળકને બચાવતી વખતે ટ્રેન મયુરથી થોડે જ દૂર હતી. એ દરમિયાન કોઈ દુર્ઘટના પણ થઈ શકે એમ હતી. પણ તેણે પોતાના જીવની ચિંતા કર્યા વગર બાળકનો જીવ બચાવ્યો છે. મુંબઈ શહેરના વાંગણી રેલવે સ્ટેશન પર આ ઘટના બની હતી.