ટેલિવુડના આ કપલે માત્ર 150 રૂપિયાના ખર્ચે લગ્ન કર્યા.
કહેવાય છે ને કે, જ્યારે કોઈ ઉધોગપતિઓ કે બૉલીવુડ કે, ટેલિવુડનાં કોઈ કલાકારો જ્યારે લગ્ન કરે છે ત્યારે તે લગ્ન ખૂબ જ શાનદાર અને ખર્ચાળ હોય છે પરતું અમે આજે આપને જણાવીશું કે, એક ટેલિવુડના કલાકાર માત્ર 150 રૂપિયામાં લગ્ન કરીને એક સકારાત્મક સંદેશ આપ્યો છે. ત્યારે હવે ચાલો જાણીએ કે કંઈ રીતે આ લગ્ન થયા.
હાલમાં સોશિયલ મીડિયના આ લગ્નની ખૂબ જ ચર્ચા થઈ રહી છે, વાત જાણે એમ છે કે ટીવી સીરિયલ નામકરણના એક્ટર વિરાફ પટેલ અને સલોની ખન્ના લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.
ઉલ્લેખનીય છે કે વિરાફ અને સલોનીએ મુંબઈની બાન્દ્રા કોર્ટમાં લગ્ન કર્યા છે. વિરાફના જણાવ્યા અનુસાર, તેમણે માત્ર 150 રુપિયામાં લગ્ન કર્યા છે. તેમણે મેરેજ રજિસ્ટ્રારને 100 રુપિયા ફી આપી છે અને 50 રુપિયા ફોટોકૉપી માટે આપ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, વિરાફે પોતાના લગ્ન માટે જમા કરેલા પૈસા કોરોના દર્દીઓ માટે દાનમાં આપી દીધા છે. જો કે, વિરાફના આ નિર્ણયથી તેનો પરિવાર થોડો નારાજ છે.
વિરાફે જણાવ્યું કે, તેણે સલોની ખન્નાને લગ્નની અંગૂઠી નથી આપી. લગ્ન સમયે પત્નીને વીંટીના બદલે રબરબેન્ડ પહેરાવ્યુ હતું. તે સમયે હું રિંગ લાવી નહોતો શક્યો કારણકે તે ઉપલબ્ધ નહોતી. માટે રિંગ ફિંગરમાં રબરબેન્ડ પહેરાવી દીધું. લગ્ન કેટલા ધામધૂમથી થાય છે તેનાથી કોઈ ફર્ક નથી પડતો. બસ બે વ્યક્તિઓએ સાથે હોવું જરૂરી છે. લગ્નમાં તેમના મિત્રો આરતી અને નિતિન મિરાની હાજર રહ્યા હતા.
આ કપલના પરિવારજનોએ ઝૂમ કૉલ પર લગ્ન જોયા હતા. વિરાફ પટેલ અને સલોની ખન્નાની લવ સ્ટોરીની વાત કરીએ તો તેમની મુલાકાત બે વર્ષ પહેલા એક ઓનલાઈન શૉ દરમિયાન થઈ હતી. ત્યારથી જ બન્ને એકબીજાને ડેટ કરી રહ્યા છે, પરિવારને આ વાત ન ગમી પરતું સમાજ માટે પ્રેરણારૂપ બન્યું.