ડોકટર બન્યા વરદાનરૂપ! રીક્ષા ચાલકનું 40 હજાર રૂપિયાનું બિલ માફ કર્યું
હાલમાં જ્યાં જુઓ ત્યાં માનવતા નાં દર્શન થઈ રહ્યા છે ત્યારે આપણે સોશિયલ મીડિયામાં અવાર નવાર અનેક ગણી વાતો સાંભળતા હોઈએ છીએ. ત્યારે હાલની પરિસ્થિતિમાં સૌથી વધુ મહત્વનું કાર્ય કરી રહ્યા છે તો સૌ કોઇ ડૉક્ટર તેમજ નર્સ સ્ટાફ જે પોતાની પરવહા કર્યા વગર લોકોની સેવા કરે છે.
હાલમાં કોઈક ડોક્ટર દર્દીઓ માટે વરદાન રૂપ બન્યા છે. ત્યારે હાલમાં જ એક કિસ્સો સાંભળવા મળ્યો છે. એક રીક્ષા ચાલકને કોરોનાનું સક્રમણ થતાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની તબિયત ખૂબ ખાણ હતી.ક્યારેક કોઈક ડોકટર સામાન્ય વ્યક્તિની પરિસ્થિતિ સમજતા હોય છે. ખરેખર એવું જ થયું આ ડોક્ટરે આ વ્યક્તીની આર્થિક સ્થતી જોઈને તેનું 40 હજારરૂપિયાનું બિલ માફ કરી દીધું.
પાલનપુર શહેરના હનુમાન ટેકરી વિસ્તાર પાસે આવેલી ખાનગી સોસાયટીમાં રાત્રે વોચમેન તરીકે નોકરી કરતા અને દિવસે રિક્ષા ચલાવતા ભીખુભા વાઘેલાની એક સપ્તાહ પહેલા તબિયત બગડતાં પાલનપુરની લાઇફકેર હોસ્પિટલમાં દાખલ થયા હતા. ડૉ ગૌરવ પ્રજાપતિએ જણાવ્યું કે ” પેશન્ટનું CRP 193, HRCT 17, અને ડાયાબિટીસ 587 હતું છતાં અથાગ સેવા કરીને ડોક્ટરે 5 દિવસમાં આ વ્યક્તિને સ્વસ્થ કર્યો અને તેની પાસેથી એક રૂપિયો પણ ન લીધો.