તાઉ તે વાવાઝોડા કરતા પણ ખતરનાક હશે યાસ વાવાઝોડુ ? જાણો કયાં પહોંચ્યુ
ગુજરાતમાં આવેલ તાઉ તે વાવાઝોડાએ અનેકગણું સંકટ સર્જ્યું છે, ત્યારે ફરીએકવાર વાવાઝોડું આવી રહ્યું છે જે તાઉ તે કરતા વધુ ભયાનક હશે. હવામાન વિભાગ દ્વારા જાણવા મળ્યું છે કે, યાસ વાવાઝોડું 26 મે નાં રોજ ઓડિશા અને પશ્ચિમ બંગાળ તરફ ટકારશે. તમે કલ્પના કરો કે તાઉ તે વાવાઝોડાએ આટલું ભયાનક દુર્ઘટનાં સર્જી તો આગળ તો શું થશે.
વાવાઝોડાની આગાહી થિ અનેકલોકો સાવચેત થઈ ગયા છે અને તેની પૂર્વતૈયારી કરવામાં આવી રહી છે. 14 જિલ્લાઓને સાવચેત કરવામાં આવ્યા છે. તાઉ તે વાવાઝોડા મહારાષ્ટ્ર, કેરળ, ગુજરાતમાં અનેક તરાજી સર્જાય છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આ વાવાઝોડું કેટલું ભયાનક હશે.
મુખ્યમંત્રી શ્રી મમતા બેનર્જી સરકાર દ્વારા અનેક સાવચેતી ભર્યા પગલાં લેવામાં આવ્યા છે જેથી કોઈ મોટી દુર્ઘટના ન ઘટે કારણ કે ગુજરાત હાલમાં જ આ પરિસ્થિતિમાં થી પસાર થયું છે અને સૌ કોઈ આ પરિસ્થિતિમાંથી પસાર થયા છે, ત્યારે હવે બંગાલ પર આવનાર આ સંકટ એટલું ભયાનક ન હોય તેવી પ્રાર્થના કરીએ.