થઈ આ દવાની શોધ જે કોરોના વાયરસને નાબુદ કરી શકશે! જાણો શું છે, હકિકત.
જ્યારથી કોરોના વાયરસ આવ્યો છે, ત્યારથી અનેક મેડિકલ ક્ષેત્ર કાર્યરત તમામ તબીબો આ વાયરસની દવા શોધવાનો પ્રયત્ન કરી રહ્યા છે, ત્યારે હાલમાં જ દેશમાં કોરોનાની સૌકોઈને રસી આપવામાં આવી રહી છે, ત્યારે હવે લોકો એ પણ રાહ જોઈ રહ્યા છે કે, આખરે આ વાયરસની દવા શોધશે ક્યારે? હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું છે કે ડોક્ટર્સ એવી દવા શોધી છે જેના પગલે કોરોના વાયરસ ખતમ થઈ શકશે.
ઓસ્ટ્રેલિયાના રિસર્ચર્સે એક એવું એન્ટી વાયરલ ડ્રગ તૈયાર કર્યું છે જે ઉંદરોના ફેફસામાં 99.9 ટકા કોરોના પાર્ટિકલ્સને ખતમ કરવામાં સફળ રહ્યા છે. ઓસ્ટ્રેલિયાની ક્વીન્સલેન્ડ યુનિવર્સિટીના મેન્જિસ હેલ્થ ઈન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરવામાં આવી છે અને તેને નેક્ટ જનરેશન ટ્રીટમેન્ટ માનવામાં આવી રહી છે. આ ટ્રીટમેન્ટ એક મેડિકલ ટેક્નિકની મદદથી કામ કરે છે, જેનું નામ જીન સાઇલેંસિંગ છે. ઓસ્ટ્રેલિયામાં આ ટ્રેક્નિક 1990માં આવિષ્કાર થઇ હતી.
ટ્રીટમેન્ટને ઈન્જેક્શનની મદદથી આપવામાં આવે છે. જીન સાઇલેંસિંગની મદદથી આરએનએનો ઉપયોગ વાયરસ પર એટેક કરવા માટે આવશે. આ પહેલા ફાઇઝર અને મોર્ડેનાએ કોવિડ વેક્સીન્સમાં પણ RNAને મોડિફાઇ કરવામાં આવે છે અને આ વેક્સીન્સમાં 95 ટકા બીમારીને બ્લોક કરવાની ક્ષમતા સામે આવી છે.