ધૈર્યરાજ વધુ એક બાળક ને 16 કરોડ ના ઈન્જેકશન ની જરુર , માતા પિતા એ મદદ ની અપીલ કરી
જ્યારે કોઈ પરીવાર પર દવાખાના નુ સંકટ આવે ત્યારે પરીવાર પર આર્થિક સંકટ સાથે આવતુ હોય છે અને ઘણી બિમારીઓ એવી પણ હોય છે કે જેની સારવાર માટે લાખો અને કરોડો રુપિયા ની જરુર પડતી હોય છે ત્યારે પરીવાર મદદ માટે હાથ લંબાવે છે. જેમ ધૈર્યરાજ ને કરોડો ના ઈન્જેકશન ની જરુર હતી તેમ એક બાળકી ને પણ સારવાર ની જરુર છે.
જ્યારે ધૈર્યરાજ ને સારવાર નો જરુર હતી ત્યારે લોકો એ ખુબ પ્રેમ આપ્યો હતો અને 16 કરોડ રૂપિયા એકઠા કરવામા આવ્યા હતા અને મુંબઈ મા તેની સારવાર કરવામા આવી હતી. હવે ગીર સોમનાથના આલીદર ગામમાં રહેતા વિવાન નામના એક નાનકડા બાળકને SMA નામની ગંભીર બીમારી છે. આ બીમારીની સારવાર માટે વિવાનના પરિવારના સભ્યોને 16 કરોડ રૂપિયાની જરૂર છે પરંતુ તેના માતા પિતાની આર્થિક પરિસ્થિતિ એટલી સારી ન હોવાના કારણે હવે વિવાનના પરિવારના સભ્યો લોકો પાસે મદદની માગણી કરી રહ્યા છે.
દીકરી ના પિતા ની વાત કરવામા આવે તો તે એક ખાનગી કંપની મા નોકરી કરે છે અને પરીવાર નુ ગુજરાન ચલાવે છે ત્યારે સમજવા જેવી વાત છે કે આ પરીવાર પાસે આટલા રુપીયા નો જ હોય.
વિવાન ના પિતા અશોક વાઢેરે જણાવ્યું હતું કે થોડા દિવસો પહેલા દીકરાની તબિયત ખરાબ થઈ હોવાના કારણે તેને સારવાર માટે જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. તે સમયે જાણવા મળ્યું હતું કે આ બાળકને SMA નામની બીમારી છે અને આ બીમારીની સારવાર માટે 16 કરોડ રૂપિયાના ઇન્જેક્શનની જરૂર છે.
માતા પિતા એ મદદ માટે સોસિયલ મીડીયા પર અપીલ કરી ત્યારે ઘણા લોકો એ મદદ કરવા માટે હાથ લંબાવ્યો હતો.