નજર સામે જ પોતાના પરીવારજનો ને ગુમાવ્યા છતા પોતની ફરજ પર અડગ રહી આ ત્રણ મહિલા ઓ
હાલ કરોના મહામારી મા અનેક લોકો એ પોતના સ્વજનો ને ખોયા છે અને લોકો હવે બહાર નીકળતા અને હોસ્પીટલે પણ જતા ડરી રહ્યા છે ત્યારે આપણા કોરોના વૉરીયર ડોક્ટર અને અને નર્સો ની સ્થિતી શુ હશે એ આપણે સમજી શકીએ છીએ.
આવી ભંયંકર સ્થિતી વચ્ચે પણ ડોકટર અને નર્સો પોતનુ કામ કરી રહયા છે અને તાજેતર મા જ એક કીસ્સો એવો પણ સામે આવ્યો છે કે જાણી આપ ભાવુક થય જશો. વડોદરા ની સયાજી હોસ્પિટલના કોવિડ વોર્ડમાં ફરજ બજાવતી ત્રણ નર્સે પતિ, પિતા અને માતાનું અવસાન થયા બાદ અંતિમક્રિયા પૂર્ણ કરી પરત પોતાની કોવિડ વોર્ડમાં ફરજ પર દર્દીઓની સારવાર કરવામા પહોચી ગય હતી.
આ ત્રણેય નર્સ ની વાત કરીએ તો વડોદરા ના ગોરવા પંચવટી ચોક પર રહેતા અને નર્સ તરીકે હોસ્પીટલ મા ફરજ બજાવતા પારૂલબેન વાસવા ના પતી દયારામ ભાઈ નુ કરોના કારણે થોડા દીવસ પહેલા જ અવસાન થયું હતુ અને ત્યાર બાદ પારૂલબેન ફરજ પર પાછા જોડાયા હતા.
જયારે અન્ય એક કિસ્સા મા ફાલ્ગુની બેન ગોહીલ નામની મહિલા એ પોતના પિતા ને ગુમાવ્યા અને ત્રીજી મહીલા નર્સ પારુલબેન પારેખે તેમની માતા ને ગુમાવ્યા બાદ અન્ય દર્દી ની કાળજી લેવા માટે હોસ્પીટલ પહોંચ્યા હતા.
આ ત્રણેય મહીલા ખરેખર કોરોના કોરોના વૉરીયર થી પણ વધુ કહી શકાય અને માનવાતા નુ ઉત્તમ ઉદાહરણ પુરુ પાડ્યુ છે.