નિકાહ મા દુલ્હને એવી માંગણી કરી છે સાંભળી ને સૌકોઈ ચોકી ગયા.
હાલ પાકિસ્તાન મા થયેલા એક લગ્ન ખુબ ચર્ચા નુ કારણ બન્યો છે સામાન્ય રીતે લગ્ન મા રૂપીયા, ઘરેણાં ની લેવડ દેવડ થતી હોય છે પરંતુ પાકિસ્તાન મા યોજાયેલ આ નિકાહ મા દુલહન એ એવી માંગણી કરી કે સાંભળી સૌ કોઈ ચોકી ગયા. ત્યારે આ લગ્નનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
દુલ્હને નુ નામ નાયલા શુમાલ સાફી જે ખૈબર પખ્તૂનખ્વાં પ્રાંતના મરદાનની રહેવાસી છે. તેમના નિકાહ વખતે મહેર હક્કના નિયમ અંતર્ગત પોતાના ભાવિ પતિ પાસે એક લાખ રૂપિયાની બુકો માંગી હતી. બુકો માંગવાનું કારણ એ છે કે તે એક લેખિકા છે અને બુકો માટે અનેરો પ્રેમ છે અને તેમના લગ્ન એક ડોક્ટર સાથે થય રહ્યા છે જેનું નામ સજ્જાદ છે જયારે લગ્ન મા દુલ્હને બુક ની માંગણી કરી ત્યારે સૌકોઈ ચોકી ગયા હતા કારણે કે સામાન્ય રીતે સોના ચાંદી ની માંગણી કરતા હોય છે.
હક મહેર ની પરંપરા અનુસાર ખૈબર પખ્તૂનખ્વામાં છોકરીવાળાઓ છોકરાવાળા પાસે મહેર તરીકે 10થી 20 લાખ રૂપિયાની માગણી કરતાં હોય છે અને દહેજમાં પણ અનેક માગણી કરતા હોય છે. આ યુગલ એવું માને છે કે કોઈએ તો આ પરંપરાને ખતમ કરવાની શરૂઆત કરવી પડશે એટલે જ આ શરૂઆત એમણે કરી.