નિત્ય વાછડાદાદાની આરતીમાં સલામી આપતા ઘોડાનું થયું નિધન! હર્ષ ઉલ્લાસ સાથે આપી સમાધિ.
આપણે ત્યાં અનેક વીર પુરુષો થઈ ગયા અને દેવ ગતી પામવા ને લીધે તેમને આજે લોકો પૂજનીય માને છે. ત્યારે આજે આપણે વાત કરીશું અતિ પવિત્ર એવા વચ્છરાજ દાદાની જેમને ગાયોની રક્ષા કાજે પોતાની જાતનું બલિદાન આપેલું અને આ દાદાની જગ્યામાં અફાટ રણની મધ્યમાં આવેલી ગૌશાળામાં 5500 જેટલી ગાયો કોઇ પણ જાતના બંધન વિના ફરે છે. ખરેખર આ ખૂબ જ પવિત્ર અને ચમત્કારી છે.
કહેવાય છે ને કે ,જ્યાં અતૂટ આસ્થા અને વિશ્વાસ હોય ત્યારે દેવ હાજરાહજૂર હોય છે. અહીંયા હાલમાં જ એક એવું બનાવ બન્યો છે ખૂબ જ કરુણદાયક હતો છતાં પણ લોકો હર્ષ ઉલ્લાસ સાથે વિદાય આપી.વાછડાદાદાની ઐતિહાસિક જગ્યાના ઘોડાના મોત બાદ દાદાની જગ્યાએ જ સમાધિ આપી અને હર્ષ ઉલલ્લાસ સાથે વિદાય આપવામાં આવી હતી. આ ઘોડો મોસાળ પક્ષ લોલાડા ગામના ગઢવી તરફથી અપાયો હતો જે રોજ દાદાની આરતી સમયે શાનથી સલામી આપતો હતો.
કચ્છમાંન કુલ 74 બેટ આવેલા છે. પરંતુ આ બધા બેટમાંથી સમી તાલુકાના સીમાડે આવેલા વાછડા બેટની વાત જ જુદી છે. સામાન્ય રીતે રણની બંજર જમીનમાં પીપળો, લીમડો કે નિલગીરીના ઝાડ રણમાં થાય જ નહીં. પરંતુ અહીં માત્ર આ એક જ જગ્યાએ પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. વધુમાં વેરાન રણમાં બધે જ ખારૂ પાણી છે.
ત્યારે આ વચ્છરાજદાદાની ઐતિહાસિક જગ્યાએ મીઠા પાણીની અવિરત સરવાણી વહે છે. કચ્છ, સૌરાષ્ટ્ર અને ગુજરાતના ગામડે ગામડે ગાયોની રક્ષા કાજે જેમણે લગ્નની ચોરીએ બેઠા બાદ પણ પોતાની જાતનું બલિદાન આપ્યુ હતુ એ વિરપુરૂષ વચ્છરાજ સોલંકીની યાદમાં રણની મધ્યમાં આવેલી વાછડા દાદાની જગ્યા આસ્થનું કેન્દ્ર છે
આજના સમયમાં પણ ખરેખર સાક્ષત છે વાછરાદાદા જેના ચમત્કાર અને આશીર્વાદ અફાટ રણની મધ્યમાં આવેલી ગૌશાળાની 5500 જેટલી ગાયો અને વાછડા ગાળીયો કે કોઇ પણ જાતના બંધન વિના મોજથી ફરે છે. વેરાન રણની આ ઐતિહાસિક જગ્યામાં ચૈત્ર માસની એકમથી પૂનમ સુધીના મેળામાં તો કુલ એક લાખથી વધુ લોકોનો માનવ મહેરામણ ઉમટે છે, આ સ્થાન ભાવિ ભકતોમાં અનેરું આસ્થાનું કેન્દ્ર છે.