Gujarat

હું પગ પકડીશ તું ગળું દબાવી દેજે:-એક પત્નીએ કર્યો તેના પ્રેમી અને મિત્રે સાથે મળી પતિને મારવાનો પ્લાન.

આપણા સમાજ માં પતિ-પત્ની નો સબંધ ખુબજ સંસ્કારીક રીતે નિભાવવા માં આવે છે, પરંતુ હાલના સમયમાં લગ્નબાદ પતિ-પત્નીના સબંધ માં એવુ તો શું થાય છે, કે જે પોતે પરણિત હોવા છતાં પતિ અથવા પત્ની બીજા અન્ય સાથે સબંધ બાંધે છે, અને તેના લગ્ન જીવન ને વેર વિખેર કરી નાખે છે.

તેવીજ વાત કરીએ તો વીરપુર પાસેના મેવાસા ગામ ખાતે રહેતા અને ખેતીકામ કરતા નામે કિશોરભાઈ ધીરુભાઈ રાદડિયા(ઉ.વ.૩૪) કે જેમની પત્ની નામે હીના રાદડિયા ના સબંધ જામકંડોરણાના મોટા ભાદરા ખાતે રહેતો અને હીરા ઘસતો નામે આશિષ અરવિંદભાઈ સાકરિયા સાથે પ્રેમ સબંધ હતો. આ બંનેએ હીના બેન ના પતિ કિશોરભાઈ ની હત્યા કરવાનો પ્લાન રચેલ હતો.

ઘટનાની વાત કરીએ તો ગત ગુરુવાર ના રોજ બપોરના સમયમાં કિશોરભાઈ ઘરે આરામ કરતા હતા. તે સમયગાળા દરમિયાન તેમની પત્ની હીના, તેનો પ્રેમી આશિષ, અને તેનો મિત્ર પ્રતિક તેના ઘરમાં ઘુસ્યા અને તેની સાથે મારકૂટ કરી, અને તને ગળું દબાવી પતાવી દેવાના પણ પ્રયત્ન કર્યા હતા, પરંતુ આ કિશોરભાઈ એ આ ઘટના દરમિયાન ગમે તેમ કરી તેના ઘરની બહાર નીકળી ગયા, અને જોર જોરથી પોતાનો જીવ બચાવવા માટે બુમો પાડવા લાગ્યા, અને તેની બુમો સાંભળી ત્યાના આજુબાજુના લોકો એકઠા થઇ ગયા. અને ત્યાના ગ્રામજનો એ ત્રણેય પર હુમલો કર્યો હતો.

આ જોઇને કિશોરભાઈ ની હત્યા કરવા આવનાર તેની પત્ની, પ્રેમી અને તેનો મિત્ર ત્યાંથી નાશી ગયા હતા. ત્યારબાદ આ હત્યા ના સાહસ દરમિયાન કિશોરભાઈ ને થયેલ ઈજાને કારણે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની મળતી માહિતી અનુસાર આ હત્યા ના પ્રયાસ કરનાર વિરુદ્ધ કિશોરભાઈ એ તેની પત્ની, તેનો પ્રેમી અને તેના મિત્ર વિરુદ્ધ વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી હતી.

મળતી માહિતી અનુસાર મોટા ભાદરામાં રહેતા આ પરણીતાના પ્રેમી આશિષ સાકરિયાએ ગ્રામજનોએ તેના પર કરેલા હુમલા અંગે નોંધાવેલી ફરિયાદ માં એવો ઉલેખ્ખ કર્યો છે કે, ગુરુવાર બપોરે આ પરણીતા હીના નો તેના પર મેસેજ આવ્યો કે “મારો પતિ અંદર રૂમમાં સુતો છે, તમારે તેનું ગળું દબાવવાનું છે, અને પ્રતિક તેની આંખો પર દુપટ્ટો રાખશે, અને હું તેના પગ પકડીશ, આવી રીતનો તમામ હત્યાનો પ્લાન કિશોરભાઈ ની પત્ની હીના એ જ કર્યો હતો. પરંતુ આ પ્લાન નિષ્ફળ ગયો અને કિશોરભાઈ નો જીવ બચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!