Gujarat

પિતાનું બારમું કરે એજ પહેલા પુત્રનું પણ મોત થયું, 12 દિવસમાં પરિવાર ત્રણ લોકોનો જીવ કોરોના લીધો.

પોતાના સ્વજનોને ગુમાવવાનું દુઃખ તો માત્ર એ જ વ્યક્તિ જાણી શકે છે, જેને પોતાના સ્વજનો ગુમાવ્યા હોય છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના ઘટી જેના લીધે સૌ કોઈનું હૈયું કાંપી ઉઠ્યું છે. સમયની સાથે ઈશ્વર ક્યારે કંઈ પરીક્ષા લઈ તે કંઈ કહી ન શકાય.

કોરોના લીધે અનેક પરિવાર વિખૂટું થઈ ગયું છે, જાણે અનેક લોકોને કોરોના ભરખી ગયો છે. ગોડલના બસ સ્ટેન્ડ પાસે કૃષ્ણનગરમાં રહેતા અને મર્કન્ટાઈલ બેન્કમાં ડેઈલી કલેક્શનનું કામ કરતા કેતનભાઇ ભાલાળાના પિતા ઘુસાભાઇ કોરોનાથી સંક્રમિત થતા ગત તારીખ 29 એપ્રિલનાં રોજ મોતને ભેટ્યા હતા. પરિવાર વટવૃક્ષ સમાન પિતાના નિધનના શોકમાંથી ઊગર્યો ન હતો ત્યાં જ માતા જમકુબેનને કોરોનાની ભરખી ગયો હતો.

જમકુબેનનું તારીખ સાતમી મે, શુક્રવારના રોજ અવસાન થયું હતું. ત્યારબાદ પરિવારના સૌથી નાના લાડકવાયા દીકરા કેતનભાઇનું કોરોનાના કારણે નિધન થતા પરિવારમાં કોણ કોને સાંત્વના આપે તેવી સ્થિતિ ઊભી થવા પામી હતી.ભાલાળા પરિવાર પર અચાનક આવી પડેલી કાળરૂપી આફત અંગે પરિવારના અનિલભાઈ ભાલાળા અને દિનેશભાઇ ભાલાળાએ જણાવ્યું હતું કે,

“અમે સ્વપ્ને પણ વિચાર્યું ન હતું કે અમારા પરિવારના ત્રણ ત્રણ સભ્યો માત્ર 12 દિવસના ટૂંકા સમયમાં જ અનંતની વાટ પકડી લેશે. હૃદય હજુ પણ માનવા તૈયાર નથી કે અમારી સાથે આવી ઘટના બની ગઈ છે.કોરોના બાદ બ્રેઇન સ્ટ્રોક આવ્યા કેતનભાઈ પણ માતાપિતા સાથે અનંતની વાટે નીકળી પડ્યા હતા. કેતનભાઈના બે સંતાનોએ પિતાની છત્રછાયા ગુમાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!