Gujarat

પીઠી વિધી પહેલા દિકરી પોલીસ ભરતીની ગ્રાઉન્ડની પરીક્ષા દેવા પહોંચી અને પરિણામ જે આવ્યુ…

આપણા સમાજમાં અનેક પ્રેણાત્મક ઘટનાઓ બનતી હોય છે, ત્યારે આ ઘટનાઓમાંથી આપણે કંઈક શીખ લેવી જોઈએ. ખરેખર આજે અમે આપને જે વાત કરી રહ્યા છીએ એ ઘટના ખુબ જ સરાહનીય અને ઉત્તમ છે.જે આજની તમામ દીકરી માટે ઉત્તમ સંદેશ છે તેમજ માતા પિતાઓ અને સમાજના દરેક લોકોએ આ ઘટના પરથી કંઈક શીખવું જ જોઈએ.હાલમાં જ સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, પીઠી વિધી પહેલા દિકરી પોલીસ ભરતીની ગ્રાઉન્ડની પરીક્ષા દેવા પહોંચી અને પરિણામ જે આવ્યુ તે જાણીને તમે ચોકી જશો. ખરેખર તમને વિશ્વાસ નહિ આવી શકે કે, આવું પણ થઇ શકે છે.

આ ઘટના બની છે રાજકોટ શહેરમાં. સૂત્ર દ્વારા જાણવા મળ્યું હતું કે, લીંબડી શહેરના વિષ્ણુનગર સોસાયટીમાં રહેતી પૂજા મકવાણાની પૂજાના આજે લગ્ન છે, પણ ગઇકાલે તેની પીઠીની વિધી હતી. જોકે છેલ્લાં ઘણાં સમયથી પોલીસમાં જોડાવવાનું સપનું જોતી પૂજાએ લગ્નની વિધિઓની સાથોસાથ પોતાના સપનાને સાકાર કરવા પણ કોઇ કસર છોડી નહોતી. લીમડીથી રાજકોટ શારીરિક પરીક્ષા આપવા આવી હતી. પીઠીની વિધિ પહેલાં જ પૂજા નિયત સમયે રાજકોટ પહોંચી હતી અને પરીક્ષા આપી હતી. એટલું જ નહીં તેમાં સફળતા પણ મેળવતા ખુશી બેવડાઇ હતી.

આ ઘટના ખુબ જ સરહાનીય છે. મૂળ લીંબડી રહેતી પૂજા મકવાણા આજે અનેક કોડ ભરેલી યુવતીઓ માટે પ્રેરણારૂપ બની છે. ઘણાં સમયથી પોલીસમાં ભરતી થવાનાં સપના જોતી પૂજાની ગઈકાલે શારીરિક પરીક્ષા હતી. પરંતુ આજે લગ્ન હોય ગઈકાલે જ પીઠી સહિતની વિધિનું અગાઉથી જ આયોજન થઈ ગયું હતું. તેમ છતાં પૂજાના સપનાને સાકાર કરવા પરિવારે પણ પીઠી લગાવતાં પહેલાં આશીર્વાદ સાથે રાજકોટ મોકલી હતી અને શારીરિક પરીક્ષા આપી હતી જેમાં તે સફળતાપૂર્વક પાસ થઈ ગઈ અને આજ કારણે ખુબ જ ખુશ જોવા મળી.

લોકરક્ષક દળની પરીક્ષાની તારીખ પહેલાં જ મારા લગ્નની તારીખ નક્કી થઈ ગઈ હતી. પરંતુ પરિવારે પરીક્ષા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું જેને લીધે રવિવારે ગણેશ સ્થાપના વિધી કરી હતી. સોમવારે પીઠી અને રાત્રે રાસ ગરબાનું આયોજન કરાયું હતું. મારા માટે લગ્નની વિધિ પણ મહત્વની છે, આથી રવિવારે ગણેશ સ્થાપન વિધિ કર્યા પછી સોમવારે વહેલી સવારે લીંબડીથી રાજકોટ માટે નીકળી ગઈ હતી અને પીઠીની વિધિ માટે નિયત સમયે લીંબડી પણ આવી ગઈ હતી. ઘરે આવ્યા પછી તરત જ પરીક્ષામાં પાસ થયાન સમાચાર ભાવિ પતિને આપતાં તેઓ પણ ખુશ થયા હતા અને લેખિત પરીક્ષા માટે પોતે પૂરો સહકાર આપશે તેવી ખાતરી પણ આપી હતી.

પૂજાએ પોતે MBAનો અભ્યાસ કર્યો છે. તે છેલ્લા 6 વર્ષથી આશા વર્કર તરીકે ફરજ બજાવી પરિવારને આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છે. લોકરક્ષક દળની પરીક્ષામાં શારીરિક પરીક્ષા પછી લેખિત પરિક્ષા અતિ મહત્વની હોય છેમારા માતા-પિતા સાથે મને સાસરિયાનો સહકાર પણ મળ્યો છે. આથી વિશ્વાસ છે આ વખતે લેખિત પરિક્ષા પણ ક્લિયર થઈ જ જશે.આ ઘટના પરથી એ વાત જરૂર શીખવા મળે છે કે, દીકરીઓને આગળ ભણવામાં અને પોતાના પગભર થવામાં પ્રોત્સાહિત કરવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Gujarati Akhbar ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!