પેટલાદ મા કિન્નર બન્યો ગ્રામ સેવક, કિન્નર સરકારી નોકરી કરતો હોય તેવો પ્રથમ કિસ્સો
પેટલાદ ના કિન્નર સમુદાએ ગુજરાત મા અલગ છાપ છોડી છે કહેવાય છે કે, પેટલાદના તોરણ કિન્નર દ્વારા બાંધવામાં આવ્યા હતા. તે જ પેટલાદ શહેરમાં એક કિન્નરે આત્મનિર્ભર બનવા પહેલ કરી છે, જે પેટલાદ તાલુકા પંચાયતમાં ગ્રામસેવક તરીકે ફરજ બજાવે છે. હાલ દિનેશ ઉર્ફે દિવ્યા કુંવર પેટલાદના 10 જેટલા ગામોમાં વિવિધ સરકારી યોજનાઓ પ્રજા સુધી પહોંચાડવા માટે ફરજ બજાવી રહ્યા છે. તે અગાઉ તારાપુર, કપડવંજ, પેટલાદ, આણંદ અને ખેડા વગેરે સ્થળો પર ફરજ બજાવી ચુક્યા છે
પેટલાદ મા દિનેશ જે બારોટ ઉર્ફે દિવ્યા કુંવરે ગ્રેજ્યુએટ સુધીનો અભ્યાસ કર્યો હતો અને આત્મનિર્ભર બનવાના દ્રઢ નિશ્ચય સાથે દિનેશમાંથી દિવ્યા કુંવર બનેલા કિન્નર દિવ્યાએ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરી ગ્રામસેવકની નોકરી મેળવી હતી અને સમાજ મા એક અલગ જ ઓળખ ઉભી કરી હતી અને દાખલો બેસાડ્યો હતો. દિનેશને તેના સ્નાતકનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ શારીરિક બદલાવ આવવાનો ખ્યાલ આવ્યો હતો, જે બાદ તેને તેના શોખ અને વહેવાર વર્તનમાં ફરક જણાતાં તેની માતાને આ બદલાવ વિશે જાણ કરી હતી. દિનેશના પરિવારમાં માતા-પિતા અને બે બહેનોનો સમાવેશ થાય છે.
દિવ્યા કુંવરે જણાવ્યું હતું કે, દેશની સર્વોચ્ચ ન્યાયાલયએ વર્ષ 2018માં કિન્નરોને સમાન અધિકાર આપ્યો છે. સમાજમાં હજુ પણ સ્ત્રી અને પુરુષ એમ બે વિભાગોમાં જ સમાજને વર્ગીકૃત કરવામાં આવી રહ્યો છે.જે વિચારધારા બદલવાની જરૂર છે. કિન્નરોને પણ સમાન અધિકાર સાથે સરકારી નોકરીઓ કરવા અથવા સમાજમાં આત્મનિર્ભર બનવા પ્રોત્સાહન મળવું જોઈએ. દિવ્યા આજે સરકારી અધિકારી બની પોતાનું અને તેની બે બહેનોની જવાબદારી ઉપાડવા મહેનત કરી રહી છે. સમાજમાં આ એક ઉત્તમ ઉદાહરણ છે કે જેમાં એક કિન્નર પારંપરિક આવકને બદલી નોકરી કરી આજીવિકા મેળવવા કામ કરી રહ્યો છે.