ફક્ત 3.5 ફુટ ની હાઈટ ધરાવનાર આ મહીલા કોઈ સામાન્ય નથી તેનો હોદ્દો જાણી
હા, ફક્ત સાડા 3.5 ફૂટની હાઈટ ધરાવનાર આરતી રાજસ્થાન કેડરની એક સફળ IAS અધિકારી છે. હોંસલા બૂલંદ હોય તો તમે ઉંચામાં ઉંચી ઉડાન પણ ભરી શકો છો એ સાબિત કરી દીધું છે આરતી ડોગરાએ. દેહરાદૂનમાં જન્મેલી આરતીના પિતા રાજેન્દ્ર ડોગરા કર્નલ છે અને માતા કુમકુમ પ્રાઇવેટ સ્કૂલમાં શિક્ષિકા છે. આ દંપતીનું તે એકમાત્ર સંતાન છે. જન્મતાની સાથે જ તેના શારીરિક આકાર અને વિકાસને લઈને અનેક લોકો પ્રશ્નો કરવા લાગ્યા. કેટલાક લોકોએ તેના માટે વિશેષ સ્કૂલનું સૂચન કર્યું. પરંતુ માતા-પિતાએ તેને સામાન્ય બાળકોની સ્કૂલમાં જ ભણાવી. લોકો તેના મા-બાપને બીજા બાળક વિશે સૂચન કરતા ત્યારે પણ માતા-પિતા ચોખ્ખું સંભળાવી દેતા કે અમે એક જ સંતાન ઇચ્છીએ છીએ. આમ શારીરિક અલ્પ વિકસિત આરતીને માતા-પિતા તરફથી ભરપૂર સપોર્ટ મળ્યો.
તેનો શાળકીય અભ્યાસ બ્રાઈટલેન્ડ સ્કૂલમાં થયો. દિલ્હી યુનિવર્સિટીમાં તેણે ગ્રેજ્યુએશન કર્યું. દેહરાદુનમાં તેને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું. દહેરાદુનના અભ્યાસ દરમિયાન આરતીનો પરિચય IAS મનીષા પવાર સાથે થયો. તેમની પ્રેરણા અને પ્રોત્સાહનથી જ આરતીને UPSCની પરીક્ષા આપવાનું સુજ્યું.
ત્યારબાદ કઠોર પરિશ્રમ કરી પ્રથમ પ્રયત્નમાં જ તેણે UPSCની પરીક્ષા પાસ કરી અને તે 2006ની બેચની IAS અધિકારી બની ગઈ. તેને રાજસ્થાન કેડર ફાળવવામાં આવી. બિકાનેક કલેકટર તરીકે તેમની કામગીરીની ખૂબ સરાહના થઈ. ‘ખુલ્લામાં શૌચ મુક્ત ભારત’ અભિયાન અંતર્ગત તેમણે ‘બંકો બિકાણો’ અભિયાન શરૂ કર્યું, જેની વડાપ્રધાને પણ સરાહના કરી. ત્યારબાદ જોધપુર ડિસ્કોમના MD અને અજમેર કલેકટર સહિતની અનેક જગ્યાઓ પર તેમણે સુંદર પ્રજાલક્ષી કામગીરી બજાવી. આનાથ બાળકો માટે પણ તેમણે ખૂબ સુંદર કામગીરી કરી. તેમને રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરના અનેક એવોર્ડ મળ્યા છે.
2019માં રાજસ્થાનમાં ગેહલોત સરકાર આવતા જ તેમની સંયુક્ત સચિવ જેવા મહત્વના હોદ્દા ઉપર નિમણૂક કરવામાં આવી છે. આમ, મહિલાઓ માટે મિસાલ બનેલી આરતી ડોગરા કુદરતી ખોડખાપણવાળા લોકો માટે પણ જબરી પ્રેરણા પુરી પાડે છે.
લેખક -ડો.સુનીલ જાદવ