ફેદરા-બગોદરા પાસે ગોઝારા અકસ્માત મા પતિ પત્ની અને સાથે એક માસુમ બાળક નુ મૃત્યુ થયુ
ગઈ કાલે રાત્રે એટલે કે બુધવારે એક ગંભીર અકસ્માત ની ઘટના સામે આવી છે જેમા ત્રણ લોકો ના કમકમાટી ભર્યા મોત નીપજ્યા છે. આ અકસ્માત ફેદરા થી બગોદરા માર્ગ પર થયો હતો અકસ્માત મા ત્રણ લોકો ના એક સાથે જીવ ગયા હતા જેમા એક બાળક પણ હતો. જેથી અરેરાટી મચી જવા પામી હતી.
જાણવા મળતી વાગતો અનુસાર ફેદરા બગોદરા એક ગોઝારા અકસ્માત ની ઘટના બની હતી. આ લોલીયા ગામના વતની વિક્રમભાઈ જાદવ પોતાનું બાઇક લઇને તેમના પત્ની ભાવનાબેન, દીકરો પાર્થ. બીજો દીકરો પ્રફુલ અને દીકરી પ્રિયંકા સાથે લુલીયા બ્રિજ પરથી પસાર થઈ જઈ હતા. તે દરમિયાન કોઈ અજાણ્યું વાહન ટક્કર મારી ફરાર થઈ થય ગયો હતો. આ ઘટના મા વિક્રમભાઈ અને ભાવનાબેન અને પાર્થ નુ કરુણ મોત નિપજ્યું હતુ.
આ ઘટના ની જાણ સ્થાનીક લોકો દ્વારા 108 ની ટીમ ને કરતાં 108 ની ટીમ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી હતી અને પ્રફુલ અને પ્રિયંકા બન્ને બાળકો ને પ્રાથમીક સારવાર માટે બગોદરા સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. ત્યાર બાદ વધુ સારવાર માટે તાત્કાલિક અમદાવાદ ની સિવીલ ખાતે લઈ જવામાં આવ્યા હતા.
આ ઘટના ની જાણ પોલીસ ને થતા ની સાથે ધોળકા ડીવીઝન ના નાયબ અધિક્ષક પોતાના સ્ટાફ સાથે તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. એક પરીવાર ને ત્રણ સભ્યો નુ એક સાથે મોત થતા સમગ્ર પંથક અરેરાટી મચી જવા પામી હતી અને અજાણ્યા વાહન ચાલક પર લોકો નો રોષ જોવા મળી રહ્યો હતો.