India

ફેસબુક લાઈવમાં બાય બાય કહ્યું અને બસ થોડી ક્ષણમાં જીવ છોડ્યો.

જીવન બે પળની મોજ છે, ક્યારે શું થઈ જાય કોને ખબર એટલે બસ મોજથી જીવી જાણો. આમ પણ ક્યારે આપણે યમના તેડા આવી જાય કોને ખબર એટલે ક્યારેક જીવની અંતિમ ક્ષણ ખૂબ જ યાદગાર હોય છે. હાલમાં જ એક એવો જ કિસ્સો સામે આવ્યો છે કે સોશિયલ મીડિયામાં લાઈવ થયો અને બસ થોડી ક્ષણમાં આ દુનિયાને અલવિદા કહી દીધું.

 

‘જીના યહાઁ મરનાં યહાઁ ઇસકે સિવા જાના કહા’ સોંગ એક યુવાન આખરે લાગુપડ્યું.ગોંડલના યુવાન દીપકભાઇનું અમદાવાદ કોરોના સારવાર દરમિયાન નિધન થતા મિત્રમાં શોકમય વાતાવરણમાં છવાઈ ગયેલ છે.

હોસ્પિટલમાંથી તે લાઈવ થયો અને તેમાં દરેક મિત્રોને બાય બાય કહ્યું અને બસ થોડી ક્ષણમાં જ તે મૃત્યુ થઈ ગયું.
આ યુવાનનાં નિધન થી પત્ની અને પુત્ર નોંધારા થઈ ગયા છે.

હજુ તો માત્ર બે દિવસ પહેલા મિત્રને ફોન કરી કહ્યું કે ગોંડલ અને મિત્રો બહું યાદ આવે છે એટલે મિત્ર કહ્યું રવિવારે આવીને તેડી જઈશ. ચિંતા ન કરતા પણ એ પહેલાં જ દીપકભાઈએ અનંતની વાટ પકડી લીધી હોય મિત્રો ગહેરો આઘાત અનુભવી રહ્યાં છે ખરેખર આ એક આઘતજનક ઘટના છે અને ભગવાન તેમના દિવ્ય આત્મનાને શાંતિ અર્પે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!