બંગાળમાં એક મજૂરની પત્ની બની ધારાસભ્ય! 30 વર્ષની આ મહિલાએ ઇતિહાસ સર્જ્યો બંગાળમાં.
બંગાળમાં ઇલેક્શન સૌ કોઈને ચોંકાવી દિધા છે. ફરીએકવખત દીદીનો જાદુ ચાલી ગયો અને ડબલ હેટ્રિક મારી અને ભાજપ માત્ર 77 સીટો મેળવી શક્યું. આજે આપણે બંગાળ ન એક એવા ઉમેદવારની વાત કરવાની છે જે કોઈ રાજનેતા કે કોઈ કલાકાર નથી પરંતુ સામાન્ય એક શ્રમિક ની પત્ની છે જે ઇલેક્શન લડવા ઉભી હતી અને તેને વિધાન સભાની આ ચૂંટણીમાં વિજય મેળવ્યો ત્યારે ચાલો તેના વિશે જાણીએ.
નંદીગ્રામનીલડાઇમાં મમતાનેપરાજિત કરનાર શુભેન્દુ અધિકારી ભાજપના છાવણીમાં હીરો બનીને ઉભરી આવ્યા છે. આ સિવાય ભાજપમાંથી ચૂંટણી જીતીને એક સામાન્ય મહિલા ચંદના બાઉરી સોલતારા વિધાનસભા મતવિસ્તારમાંથીવિધાનસભામાં પહોંચ્યા અંગેની ચર્ચા થઈ રહી છે.
આ મહિલા એક શ્રમિકની પત્ની છે 30 વર્ષીય ચંદના તૃણમૂલ કોંગ્રેસનઉમેદવાર સંતોષકુમાર મંડળને 4,000 મતોથી હરાવ્યા. ઝૂંપડામાં રહેતી ચંદના બાઉરીની જીત અંગેની વાત સોશિયલ મીડિયા પર ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં ખુબ જ વાયરલ થઈ રહી છે.
ચંદના બાઉરીએ ચૂંટણી ઉમેદવારી પત્ર ભરતા રજૂ એફિડેવિટ મુજબ તેમની પાસે કુલ 31,985 રૂપિયાની સંપત્તિ છે, જ્યારે તેમના પતિની સંપત્તિ 30311 છે. આ સિવાય તેની પાસે ત્રણ ગાય અને ત્રણ બકરા છે. ત્રણ બાળકોની માતા, ચંદના બાઉરીના બાંધકામ ઉદ્યોગમાં મજૂર છે.
ભાજપની ટીકીટ મળતા જ ચંદના બાઉરી ચર્ચામાં આવી હતી. પરંતુ હવે વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવતા એનું ભાગ્ય બદલાઈ ગયું છે અને એક સમય એવો હતો જ્યારે તેને કોઈ ઓળખતું પણ ન હતું પરતું હવે આ જીત તેનું જીવન બદલી નાખ્યું અને આમ ભાજપ બંગાળમાં જીતવા દરેક લોકોને ટિકિટ આપી જેમાં સામાન્ય લોકો પણ હતા જેમાં શ્રમિક પરિવારની મહિલા નામ રોશન કર્યું.