બજરંગદાસ બાપા નુ ધામ બગદાણા ની ખાસ વિષેશ બાબતો,
બાપા નુ ધામ બગદાણા વિશે આપણે ઘણી બધી બાબતો જાણીએ છીએ અને બજરંગદાસ બાપા ના ભકતો દેશ વિદેશ મા પણ છે.જે બાપા ના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે તો ચાલો જોઈએ બગદાણા ધામ ની ઘણીબધી એવી બાબતો પર.
બજરંગદાસ બાપા નો વર્ષો જુનો છે યુધ્ધ ના સમય મા બાપા સીતારામ એ પોતાની રાષ્ટ્ર ભક્તિ બતાવી હતી ને પોતની ઘણીબધી મિલકત ની હરાજી કરાવી હતી આ તો થય બાપા ની વાત ચાલો જોઈએ બગદાણા ધામ મા શુ શુ આવેલુ છે. ભવ્ય મંદિર- બજરંગદાસ બાપા નુ ભવ્ય મંદીર સંપુણ આરસ નુ બનેલુ છે અને ચાંદી ની મૂર્તિ પણ છે.
બજરંગદાસ બાપા ની ગાડી- મંદીર ના પરીસર ના પાછળ ના ભાગમાં બાપા ની એમ્બેસેડર ગાડી છે જે બાપા એ ઉપયોગ કરેલો છે.
બાપા ના અન્ય સામાન- બજરંગદાસ બાપા ની બંડી, વાસણો પણ મંદીર ના પરીસર મા હાજર છે જે આજે પણ બાપા ની સાક્ષી પુરે છે. બજરંગદાસ બાપા બંડી પહેરતા એમાંથી 6/7 જેટલી બંડીઓ આજે પણ કાચ ના કબાટ મા ત્યા જોવા મળે છે.
વિશાળ અન્ન ક્ષેત્ર – મંદીર થી 100 મીટર જેટલુ દુર વિશાળ ભોજનાલય આવેલું છે જેમાં રોજ હજારો ભાવીક ભક્તો પ્રસાદી લે છે જયાં પુનમ મા લોકો સેવા કરવા ગામે ગામ થી આવે છે હાલ કોરોના ના કારણે અમુક દીવસ ભોજનાલય બંધ હતુ.
અન્ય બાબતો જોઈએ તો મંદિર ની પાછળ એક વડલો આવેલો છે જેમા બાપા ના દર્શન થાય છે અને લોકો નુ કહેવુ છે કે બગદાણા ધામ ના કણ કણ મા બાપા સીતારામ વસેલા છે.