Gujarat

બજરંગ દાસ બાપુ જ્યારે ભાવનગરના કલેક્ટર પાસેથી જમીન માંગી ત્યારે આ કરુણદાયક ઘટના.

બગદાણાનાં બાપા સીતારામ નાં અનેક પરચાઓ છે! તેમનાં જીવનકાળ દરમિયાન અનંત જીવોનું કલ્યાણ કર્યું. સાથોસાથ જ્યાં સુધી તેઓ હયાત હતા તે દરમિયાન અનેક ઘટનાઓ ઘટી જે તેમના જીવન યાદગાર પ્રસંગો આજે પણ લોકોના હૈયામાં છે. ચાલો ત્યારે બાપુના જીવનની એક યાદગાર ઘટના વિશે જાણીએ જ્યારે બાપુ ભાવનગરનાં કલેક્ટર સાહેબને ને મળ્યા હતા..

બાપુનો નિત્ય નિયમ હતો! બાપુ આશ્રની બહાર બેઠા હતા અને જ દરમિયાન ભાવનગર કલેક્ટર સાહેબ આવ્યા હતા. ત્યારે તેમને જોઈને બાપૂ કહ્યું કે ઓહો આવો આવો પંડયાસાહેબ!’ ‘તમે આવ્યા તે ભારે કામ થયું, પંડયાસાહેબ.’ ભાવનગરના કલેકટર ઍન.જી. પંડયા ભોંઠા પડીને બોલ્યા, ‘બાપા! તમે પણ મને સાહેબ કહેશો? તમારી આગળ હું પંડયાસાહેબ નહીં, માત્ર પંડયા… મને પંડયો કહો તોય ચાલે બાપા! તમે તો સંત શિરોમણી.’‘ જુઓ વા’લા! ડાહ્યા માણસો એને કહેવાય જે સમાજના રિવાજો પાળે અને સમાજના ચાલે ચાલે

.’ બજરંગદાસ બાપાએ કલેક્ટર પાસે થી આશ્રમ માટે જમીન માંગી ત્યારે કલેક્ટર સાહેબે ખુશી દેવા તૈયાર થઈ ગયા પરતું બાપા કહ્યું કે હું મફતમાં નહીં લઈશ અને એ પણ સરકારનાં નીતિ નિયમમો મુજબ જે કાર્યવાહી થતી હોય એ જ પ્રમાણે અમારે જમીન જોઈએ.

આપ સંત હોવા સાથે રાષ્ટ્રપ્રેમી સંત છો બાપા! આપની, એમની સેવા કરવી એટલે રાષ્ટ્રની સેવા, ગરીબોની, દુખિયાની સેવા.’‘ગરીબો જેવી સેવા તો કોઇથી ન થાય હોં વા’લા! ગરીબ બરચારા ભૂખ્યા ભૂખ્યા પણ સેવા કરે.’ બાપા વાસ્તવના ધરાતળેથી બોલ્યા.‘મારાથી થાય એવી હુંય સેવા કરું બાપા.’‘તમારી પેંડ્યાની સેવાની વાત ગળે ન ઊતરે મને.’
બાપુ પોતાના જીવનમાં અનેક લીલાઓ કરી જે આપણા સમજને પરે હતી અને નિર્મળ સ્વભાવ બાળકો હરિભક્તો દરેક વ્યક્તિ સાથે તેમની રીતે સ્વભાવ વર્ત આજ રીતે બાપુ દરેક વ્યક્તિનાં જીવનમાં મહત્વનો ભાગ ભજવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!