બે વર્ષ બાદ આરવ ને માતા પિતા મળ્યા, ત્યજેલી હાલત મા મળેલ બાળક હવે અમેરીકા જશે !
હાલ ના સમય મા અનેક માતા પિતા ને વૃદ્ધાશ્રમ મા મુકવામાં આવી રહ્યા છે જ્યારે વિદેશી લોકો અને માતા પિતા ઓ ભારત ના અનાથ બાળકો નો સહારો બની દતક લેવા આવી રહ્યા છે. આવી જ રીતે કચ્છ ના અંજાર ના એક આરવ નામના બાળક ને અઢી વર્ષે તેના મા બાપ નો ભેટો થયો છે.
કચ્છ ના અંજાર તાલુકા મા બે વર્ષ પહેલા એક ત્યજેલી હાલત મા એક બાળક મળી આવ્યો હતો. તેને જી.કે.જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને તેની સારવાર બાદ તેને કચ્છ મહિલા કલ્યાણ કેન્દ્રને સોંપવામાં આવ્યો હતો.જયાં તેનો ઉછેર કરવામાં આવ્યો હતો.
આરવ ને દતક લેવા માટે અમેરિકાના તેનેસી સિટીમાં રહેતા કેસ હોકિન્સ અને કાય હોકિન્સે લેવા માટે બુધવારે ભારત આવ્યા હતા. જેમાં અમેરિકાની સરકાર તેમજ કચ્છ જિલ્લા તંત્ર દ્વારા તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને અમેરિકા સ્થિત દંપતિ કેસ હોકિન્સ અને કાય હોકિન્સને દત્તક આપવા આવ્યો હતો. આ દંપતી એ આરવ ને મેળવવા માટે બે વર્ષ પુર્વે યુએસએની લાઈફલાઈન એજન્સી થકી અરજી કરી હતી. મહત્વ ની વાત એ છે કે બે આ દંપતી ને પહેલા થી બે સંતાન છે.
જો આરવ ના નવા માતા પિતા ની વાત કરવામા આવે તો કેસ હોકિન્સએ પાદરી છે જ્યારે કાય હોકિન્સએ એક ફોટોગ્રાફર છે કેસ હોકિન્સએ જણાવ્યું હતું કે બીજા ઘણાં દેશો છે જેમાંથી અમે બાળકને દત્તક લઈ શકતા હતા પરંતુ આ દેશના લોકો, સંસ્કારો,ભાષા અને સંસ્કૃતિ પ્રત્યે અમને લગાવ છે અને અહીંના લોકોનો સત્કાર જોઈને અમને ખૂબ આનંદ થયો. અમે આ ક્ષણની અઢી વર્ષથી રાહ જોતા હતાં કે અમે આ બાળકને દત્તક લઈએ અને આજે આ ક્ષણ અમારા માટે ખાસ છે અને અમે અહીંના લોકોના આભારી છીએ કે અમને આ તક મળી.