બૉલીવુડની પીઢ અભિનેત્રી મૂળ ગુજરાતી આશા પારેખ શા માટે આજીવન કુંવારા રહ્યાં જાણો.
બૉલીવુડના લોકપ્રિય અભિનેત્રી આશા પારેખ મૂળ ગુજરાતી છે, આશાએ ૧૬ વર્ષની વયે અભિનય ક્ષેત્રે ઝંપલાવી પોતાની કારકિર્દીને અભિનેત્રી તરીકે પ્રારંભ કરવાનું નક્કી કર્યું. પરંતુ નિર્દેશક વિજય ભટ્ટે તેનામાં સ્ટાર બનાવાનાં ગુણ નથી એમ કહી તેને ફિલ્મ ગુંજ ઉઠી શહનાઈ (૧૯૫૯)થી બાકાત કરી દીધાં.
ત્યારબાદ તરત જ નિર્માતા એસ. મુખર્જી અને દિગ્દર્શક નાસીર હુસૈને તેને ફિલ્મ દિલ દે કે દેખો (૧૯૫૯)માં કામ આપ્યું અને આ ફિલ્મે જ તેને પ્રસિદ્ધિ અપાવી હતી તેમણે ૧૯૬૩માં અંખડ સૌભાગ્યવતી જેવી ગુજરાતી ફિલ્મમાં કામ કરવાને પ્રાથમિકતા તેણે આપી હતી.
આ ફિલ્મ સુપર હિટ સાબિત થઈ હતી. કુળવધૂ,માનાં આંસુ તેમની યાદગાર ફિલ્મો છે.૨૦૦૨માં આશાના અભિનય જગતમાં આપેલ યોગદાન બદલ ફિલ્મફેર દ્વારા લાઈફટાઈમ એચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. તેણીને ભારત સરકાર તરફથી પદ્મ શ્રી પુરસ્કાર મળ્યો હતો.
ચાલો આશા પારેખના જીવનની અંગત વાતો જાણીએ.
આશા આજીવન કુંવારી રહી, એટલું જ નહીં ક્યારેય કોઈ અભિનેતા સાથેના સંબંધોને લઈને પણ તેનું નામ ચર્ચાસ્પદ ન બન્યું. કદાચ અભિનેતાઓ માટે આશા જેવી જાજરમાન અભિનેત્રી સાથે ઊભા રહેવું મુશ્કેલ હતું, એટલા માટે જ તેઓ આશાથી દૂર રહ્યા. માતા-પિતાનાં મૃત્યુ પછી તેણે પોતાનો વિશાળ બંગલો વેચી નાંખ્યો અને એક નાના સરખા મકાનમાં રહેવા ચાલી ગઈ હતી.
આશા હવે તેનો બધો જ સમય સમાજસેવાના કાર્યોમાં પસાર કરે છે,એના ખુદ ના નામથી જ ઓળખાતી ‘આશા પારેખ હોસ્પિટલ’ સાંતાક્રુઝ મુંબઈ માં ચલાવવાની સાથે સાથે આકૃત્તિ નામની પ્રોડક્શન કંપનીના બેનર હેઠળ ટીવી સીરીયલોના નિર્માણમાં વ્યસ્ત છે. તેણે ‘કલા ભવન’નાં નામે નૃત્ય તાલીમ સંસ્થાની પણ સ્થાપના કરી છે, જેણે ઘણાં પ્રતિભાશાળી નૃત્યકારોને મદદ કરી છે.
આશા આજે પણ તેના જમાનાની પ્રતિસ્પર્ધી અભિનેત્રીઓ સાધના વહીદા રહેમાન અને વૈજયંતી માલાને નિયમિતપણે મળતી રહે છે, તેમની સાથે ફિલ્મો જુએ છે, ભોજન કરે છે અને ભૂતકાળના સુખદ સંસ્મરણોની યાદો તાજી કરે છે. બીજી તરફ ભૂતકાળની બધી જ જાણીતી અભિનેત્રીઓ અવારનવાર આશાને મળવા તેના ઘરે આવતી જતી રહે છે.
મેરે સનમ (૧૯૬૫) ફિલ્મનું ગીત ‘જાઈએ આપ કહાં જાઓગે’ તેનું સૌથી ફેવરીટ ગીત છે. નાસીર હુસૈન સિવાય અન્ય જાણીતા ડાયરેક્ટરોએ તેમની ફિલ્મોમાં આશાને એકથી વધુ વખત તક આપી હતી. આ ડાયરેક્ટરો હતાં પ્રમોદ ચક્રવર્તી, વિજય આનંદ, રાજ ખોસલા, રઘુનાથ ઝાલાની, મોહન સેહગલ, શક્તિ સામંત અને જે.પી. દત્તા છે.