બોલીવુડની અભિનેત્રી જયા પ્રદાએ શ્રી દેવી સાથેની આ અંગત વાત જાહેર કરી, જે કોઈ નોહતું જાણતું કજ્યું જીવન ભરનું આ વાતનું દુઃખ રહેશે.
બોલીવુડની અભિનેત્રી જયા પ્રદાએ શ્રી દેવી સાથેની આ અંગત વાત જાહેર કરી, જે કોઈ નોહતું જાણતું કજ્યું જીવન ભરનું આ વાતનું દુઃખ રહેશે.બોલીવુડની અભિનેત્રી હાલમાં જ એક સિંગિંગ રિયાલિટી શોમ જયા પ્રદા મહેમાન બની છે ત્યારે તેને આ શો દરમિયાન એક એવી વાત કરી કે સૌ કોઈ ભાવુક થઈ ગયા અને તમે પણ આ વાત સાંભળશો તો આંખમાંથી આંસુઓ આવી પડશે.હા જ્યાં પ્રદાએ બોલીવુડની શદાબહાર અભિનેત્રી શ્રી દેવી સાથે ની એક ઘટના જણાવી જેમાં તેને કહ્યું કે મને આ એક વાત નું જિંદગી ભર દુઃખ રહેશે.
આપણે સૌ કોઈજાણીએ કે શ્રી દેવી સુપર સ્ટાર હતા પરંતુ 2018માં અચાનક હોટેલમાં બાથરૂમ પડી જતા તેનું મોત નિપજયું હતું ત્યારે હાલમાં જ જયાં એ કહ્યું કે, જયા પ્રદા તેમના કરિયરમાં તે સમયના મોટા-મોટા એક્ટર્સ સાથે કામ કરી ચૂક્યા છે. જેમાં અમિતાભ બચ્ચન, જિતેન્દ્ર, રાજેશ ખન્ના, જેકી શ્રોફ તેમજ શત્રુઘ્ન સિન્હાનો સમાવેશ થાય છે. એક્ટ્રેસ આ સિવાય તે અંગે પણ શેર કરતાં જોવા મળશે કે, તેમણે અને શ્રદેવીએ બોક્સ ઓફિસ પર ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ એકબીજા સાથે ઈમોશનલ કનેક્શન શેર કરી શક્યા નહીં.
શ્રીદેવી અને પોતાના બોન્ડ વિશે વાત કરતાં જયા પ્રદાએ કહ્યું કે, ‘હું ભાગ્યશાળી વ્યક્તિ છું, તેમ કહી શકું. મારી અને શ્રીદેવીની વચ્ચે ક્યારેય કોઈ પરસ્પર મતભેદ રહ્યા નથી, પરંતુ એ સત્ય છે કે અમારી કેમેસ્ટ્રી ક્યારેય મેચ થઈ નહીં. અમે ક્યારેય એકબીજાના આંખમાં આંખ નાખીને નથી જોયું. કપડાથી લઈને ડાન્સ સુધી, અમારા બંનેની વચ્ચે હંમેશા એક ચડસાચડસી રહેતી હતી. જ્યારે પણ અમે મળતા ત્યારે ડિરેક્ટર અથવા એક્ટર સેટ પર એકબીજાની ઓળખાણ કરાવતા હતા. તે સમયે એકબીજાને ‘નમસ્તે’ કરતાં હતા અને આગળ વધી જતા હતા’.
એક્ટ્રેસે વધુમાં ઉમેર્યું કે. ‘મને હજી પણ યાદ છે કે, મસ્કત ફિલ્મના શૂટિંગ દરમિયાન જીતુજી અને રાજેશ ખન્નાજીએ એક કલાક માટે અમને બંનેને રૂમમાં બંધ કરી દીધા હતા. તેમને લાગતું હતું કે, તેઓ અમને સાથે બંધ કરી દેશો તો અમે એકબીજા સાથે વાતચીત શરૂ કરીશું. પરંતુ અમે બંને એક શબ્દ પણ બોલ્યા નહીં. બાદમાં બોલિવુડના સુપરસ્ટારે પણ અમારી સામે હથિયાર નીચે મૂકી દીધા. જ્યારે શ્રીદેવીના નિધનના સમાચાર મળ્યા ત્યારે મને ખૂબ દુઃખ થયું અને આજે પણ હું તેમને મિસ કરું છું કારણ કે મને એકલું લાગે છે. આ પ્લેટફોર્મ દ્વારા હું કહેવા માગુ છું કે, જો તેઓ મને ક્યાંય સાંભળી રહ્યા છે તો એટલું કહેવા ઈચ્છીશ કે કાશ આપણે બંનેએ એકબીજા સાથે વાત કરી લીધી હોત’.