ભંગારીએ ખરીદ્યા 6 હેલીકોપ્ટર ! લોકો એ ફોટા પાડવા પડાપડી કરી
પંજાબના માણસા જિલ્લામાં રહેતા સ્ક્રેપ વેપારીએ છ તૂટેલા ભારતીય સેનાના હેલિકોપ્ટર ખરીદ્યા છે, જેને 10 દિવસ પહેલા સરસાવા એરફોર્સ સ્ટેશનથી પંજાબ લઈ જવામાં આવ્યા હતા. હેલિકોપ્ટરની હરાજીની પ્રક્રિયા એરફોર્સના દિલ્હી હેડક્વાર્ટરથી કરવામાં આવી હતી.
ડિમ્પલ અરોરા, જેણે આ હેલીકોપ્ટરમાં ખરીદ્યા હતા તે પંજાબના માણસા જિલ્લાનો રહેવાસી છે. હેલીકોપ્ટર ની હરાજી પ્રક્રિયામાં ભાગ લઈ છ હેલિકોપ્ટર (એમઆઇ 17) 72 લાખ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા. આઠ દિવસ પહેલા તે સરસાવા એરફોર્સ સ્ટેશનથી આ તમામ છ હેલિકોપ્ટર એક ટ્રોલીમાં લઇને પંજાબ લઈ ગયો હતો.
જાણવા મળ્યું છે કે આમાથી ત્રણ હેલિકોપ્ટર મુંબઇ ફિલ્મ પ્રોડક્શન સાથે સંકળાયેલ વ્યક્તિ સિવાય લુધિયાણાના એક હોટલવાળા એ ખરીદ્યા છે. હાલમાં, ત્રણ હેલિકોપ્ટર ડિમ્પલ અરોરા પાસે છે. સરસાવા એરફોર્સ સ્ટેશનના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ છ હેલિકોપ્ટરને ખામીયુક્ત જાહેર કરાયા હતા, જે સંદર્ભે સ્થાનિક કક્ષાના અધિકારીઓએ મુખ્ય મથકને રિપોર્ટ મોકલ્યો હતો. આ પછી જ આ હેલિકોપ્ટરની ઓનલાઇન હરાજીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સરસાવાથી પંજાબ લઈ જતા આ છ હેલિકોપ્ટર લેતી વખતે ગુપ્તતા પણ જાળવવામાં આવી હતી. જાણવા મળ્યું છે કે આ હેલિકોપ્ટર રાતના સમયે જ બહાર કાઢવામાં આવ્યા હતા.