ભચાઉ : કેનાલમા ડૂબતા મુસ્લિમ યુવાનનો જીવ બચાવવા ક્ષત્રિય યુવાન પણ કેનાલ કુદી પડ્યો અંતે પોતાનો જીવ પણ…
કાલે ખૂબ જ દુઃખદ ઘટના સામે આવી છે જેમાં ભચાઉ નજીક નર્મદા કેનાલમાં એક સાથે બે યુવાનો ડૂબ્યા હતા. જેમાં એક યુવાન મુસ્લિમ સમાજ અને એક યુવાન ક્ષત્રિય સમાજ માથી હોવાથી બંને સમાજમાં દુખનું મોજુ ફરી વળ્યું હતું આ ઘટનામાં મુસ્લિમ યુવાનો જીવ બચાવવામાં ક્ષત્રિય યુવાને પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.
ઘટનાની વિગતે વાત કરીએ તો ભચાઉ નજીક નર્મદા કેનાલમાં મુસ્લિમ યુવાન સેલ્ફી લેવાના ચક્કરમાં પોતાની માતાની નજર સામે જ કેનાલમાં ડૂબવા લાગ્યો હતો જ્યારે અન્ય એક યુવાન તેને બચાવવા માટે પ્રયત્ન કર્યા હતા ત્યારે તે પણ ડૂબવા લાગ્યો હતો આ ઘટનામાં બંને લોકો પાણીમાં ગરકાવ થયા હતા જ્યારે પ્રથમ યુવાન નુ નામ અક્રમભાઈ અંબાડા જ્યારે તેને બચાવવા જતા ક્ષત્રિય યુવાન જીતેન્દ્રસિંહ બળવંતસિંહ જાડેજા પણ આ પાણીમાં ગરકાવ થયા હતા આ ઘટનામાં બંનેના કરૂણ મોત થયા જ્યારે આ ઘટનાની જાણ તંત્ર ને થતા સૌપ્રથમ અક્રમ મળી આવ્યો હતો ત્યારબાદ ૧૦ કિલોમીટરના અંતરે ક્ષત્રિય વંશ જીતેન્દ્રસિંહ બલવંતસિંહ નો પણ મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનામાં ક્ષત્રિય યુવાન બળવંતસિંહ વાત કરીએ તો તેઓ ગાંધીધામ ટ્રાન્સપોર્ટ નોકરી કરતા હતા જ્યારે તેઓ રવિવારની રજા હોવાથી પોતાના ઘરે આટો મારવા આવ્યા હતા જ્યારે કોઈ કામ માટે ભચાઉ ગયા હતા ત્યારે કેનાલમાં ડુબતા યુવાનને જોઈ તેઓ તેને બચાવવા માટે કૂદી પડયા હતા આ ઘટનામાં પોતાનો પણ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો.
આ ઘટના બાદ અનેક મુસ્લિમ આગેવાનો ક્ષત્રિય જીતેન્દ્રસિંહ ના ઘરે પહોંચ્યા હતા જણાવ્યું હતું કે ક્ષત્રિય યુવાનને શહીદી ક્યારે પણ નહી ભુલાય જેણે નાતજાતના ભેદભાવ વગર બીજાનો જીવ બચાવવા માટે પોતાનો જીવ આપી દીધો હતો. મૌલાના ઉબદૂલ્લાખાને જણાવ્યું હતું કે, સ્વ.જીતેન્દસિહ જાડેજાએ મુસ્લિમ યુવાનને બચાવવા શહીદિ વહોરી એક ક્ષત્રિય ધર્મને છાજે એવુ કાર્ય કર્યું છે જેને મુસલીમ સમાજ કયારેય નહી ભુલે. તો ગાંધીધામ હુસેની એકતા કમિટીના પ્રમુખ લતિફભાઇ ખલિફાએ જણાવ્યું હતું કે ભુતકાળના આ બનાવોને યાદ કરાવે તેવી ઘટના જાડેજા વંશના વીર સપૂત જીતેન્દ્રસિંહ જાડેજાએ મુસ્લિમ સમાજના દિકરાને બચાવવા પોતાના પ્રાણની આહુતિ આપી છે.