Gujarat

ભયંકર અકસ્માત : પિતા અને પુત્ર નો સાથે જીવ ગયો.

કોરોના ના કેસ ઓછા થા ની સાથે જ અમુક છૂટછાટ મળી છે ત્યારે હાઈ વે વર વાહનો ની અવર જવર વધી છે અને રોજ અકસ્માત ની ઘટના મો મોટા પ્રમાણ મા બની રહી છે ત્યારે પાલનપુર નજીક એક ગમખ્વાર અકસ્માત થયો હતો.

આ અકસ્માત ત્રણ વાહનો વચ્ચે થયો હતો જેમાં સકોરપીઓ કારે ઈકો અને અલટો કાર ને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયજનક હતો કે કાર નો કચ્ચરઘાણ નીકળી ગયો હતો જેમાં કુલ 6 વ્યક્તિઓ ને ઈજા પહોચી હતી અને બે વ્યક્તિઓ ના કરુણ મોત થયા હતા.

બનાસકાંઠા ના પાલનપુર -દાંતા હાઈ વે પર થયેલા આ ત્રીપલ અકસ્માત મા દાતાની પાલનપુર તરફ પુરપાટ ઝડપે આવતી સ્કોર્પિયો ગાડીના ચાલકે ડિવાઇડર કુદાવી સામેથી આવતી અલ્ટો અને પછી ઈકો ગાડીને ટક્કર મારી હતી. જેમા દાંતા શાળા ના મુખ્ય શિક્ષક મુકેશભાઈ સોલંકી અને તેમના પિતા બાબુભાઈ સોલંકી નુ કરુણ મોત થયુ હતુ. મૃતક પિતા-પુત્ર ખેડબ્રહ્મા તાલુકાના શ્યામનગર ગામનાં હોવાનું સામે આવ્યું છે. અકસ્માતમાં ત્રણેય કારમાં સવાર કુલ 6 લોકો ઘાયલ થયાં છે.

સ્કોર્પિયો ચાલકની બેદરકારીને લીધે 2 કાર અકસ્માતનો ભોગ બની હોવાનું ફરિયાદને પગલે સામે આવ્યું છે. મૃતકના જમાઇએ વડગામ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

ન્યુઝના ગૃપમા જોડાવા અહીં ક્લિક કરો!