ભાઈબંધને મરતી વેળાએ આપેલ વચન પૂરું કરવા મિત્રની પત્ની સાથે 60 વર્ષની ઉંમરે લગ્ન કર્યા!
આપણે સૌ કોઈ જાણીએ છે કે, ભાઈબંધી નો સંબંધ સૌથી અતૂટ હોય છે અને ઘણા એવા મિત્રો હોય છે, જે જીવન ની દરેલ પળ સાથે રહે અને અને મુત્યુ પછી દિલમાં જીવંત રહે છે. આજે આપણે એક અનોખી અને સૌથી અલગ ઘટના વિશે કહેવાનું છે. કહેવાય છે ને પ્રેમ ક્યારેય મૃત નથી પામતો જીવનનાં અંત સુધી પ્રેમ એવો ને એવો જ અંકબંધ રહે છે.
કેરળમાં અંદાજે દોઢ વર્ષ પહેલાં થયેલા એક લગ્ન હાલ સોશ્યલ મીડિયા પર ખૂબ વાઈરલ થઈ રહ્યા છે. અહીં 60 વર્ષની ઉંમરે એક કપલે લગ્ન કર્યા હતા. વાત એ ખાસ છે કે ભાઈબંધ પોતાનાનાં જ મિત્રની પત્ની સાથે જ લગ્ન કર્યા હતા. આ લગ્નમાં કરુણ દ્ર્શ્ય ત્યારે સર્જાયું કે મિત્ર પોતાના લગ્ન બાદ રડવા લાગ્યો.
કેરલના ત્રિશૂર જિલ્લાના એક વૃદ્ધાશ્રમમાં 67 વર્ષના કોચનિયાન મેનન અને 66 વર્ષના પીવી લક્ષ્મી અમ્માલ સાથે રહેતા હતા. બંને પ્રેમ થયો તો બંન્નેએ લગ્ન કરી લીધા હતા. અંદાજે દોઢ વર્ષ પહેલાં થયેલા લગ્નની આ તસવીરો ફરી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. લોકો કહી રહ્યાં છે કે, પ્રેમની કોઈ ઉંમર હોતી નથી જેનું આ ઉત્તમ ઉદાહરણ છે. આ લગ્ન પ્રેમની મિશાલ છે.
આ બંનેની લવ સ્ટોરી ફિલ્મી સ્ટાઈલમાં શરૂ થઈ હતી. મેનન અને અમ્માલ એકબીજાને 30 વર્ષથી ઓળખતાં હતાં. લગભગ 21 વર્ષ પહેલા અમ્માલના પતિનું નિધન થયું હતું. વૃદ્ધ મહિલાના પતિએ પોતાના મિત્ર મેનનને તેની પત્નીની સંભાળ રાખવા માટે કહ્યું હતું ત્યાર બાદ આજે બન્ને લગ્નગ્રંથીથી જોડાયા હતાં. મિત્રના નિધન બાદ મેનન સતત તેની પત્નીની સંભાળ રાખવા અનેક વાર તેના ઘરે જતો હતો અને આખતે
વૃદ્ધાશ્રમના સુપ્રિટેન્ટેડેન્ટ વી જી જયાકુમારને જ્યારે આ સંબંધની જાણ થઈ ત્યારે તેમણે લગ્નની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમણે કહ્યું હતું, વૃદ્ધાશ્રમમાં અનેક લોકોને મહિને, વર્ષે સંબંધીઓ મળવા આવે છે. કેટલાંકને તો કોઈ મળવા પણ આવતુ નથી. તેઓ વૃદ્ધાશ્રમના અન્ય વૃદ્ધો સાથે એકલવાયુ જીવન પસાર કરે છે. જો આવામાં કોઈને સાથી મળી જાય તો તે ખુશીની વાત છે અને જીવન સરળતાથી પસાર થઈ જાય.