ભાવનગરના ચેતન સાકરીયાને ભલે કરોડો રુપિયા મળ્યા પણ જીવન મા એક અફસોસ હંમેશા રહેશે.
હાલ મા IPL નુ ઓકશન થયુ હતુ અને અનેક ખેલાડીઓ ને લોટરી લાગી હતી જેમા ખાસ કરીને ગુજરાતી ખેલાડીઓની પણ બોલબાલા રહી હતી જેમા યુવા ખેલાડી ચેતન સાકરિયા ને જાણે લોટરી લાગી હોય એમ 4 કરોડ 20 લાખ રુપીયા મા દિલ્હી કેપીટલે ખરીદી લીધો હતો. આપને જણાવી દઈએ કે ચેતન સાકરિયાની આઈપીએલમાં બેઝ પ્રાઇઝ ૫૦ લાખ રૂપિયા હતી.
ચેતન સાકરિયાની વાત કરવામા આવે તો એક સમાન્ય પરીવાર માથી આવે છે અને જીવન મા ઘણો સંઘર્ષ કરી સફળતા મેળવી છે. આપને અહી જણાવી દઈએ કે ચેતન ના પિતા એક ટેમ્પો ડ્રાઈવર હતા જયારે ચેતન એક સમયે પાર્ટ ટાઈમ જોબ ની સાથે ક્રિકેટ ની પ્રેકટીસ પણ કરતો હતો. સૌરાષ્ટ્ર તરફથી ડોમેસ્ટિક રમતા ભાવનગરના ફાસ્ટ બોલર ચેતન સાકરિયા ગત વર્ષે આઈપીએલમાં રાજસ્થાન રોયલ તરફથી રમ્યો હતો. ૨૦૨૧માં ચેતન સાકરિયાને રાજસ્થાન રોયલે ૧.૨૦ કરોડમાં ખરીધો હતો.
ચેતન સાકરીયાનુ વતન ભાવનગર જીલ્લાનુ વરતેજ ગામ છે પરંતુ હાલ રાજકોટ મા શિફટ થયો છે જયારે શાળા સમયથી ચેતન સાકરિયા ક્રિકેટમા રસ ધરાવતો હતો. અને આજે એક ફાસ્ટ બોલર તરીકે ઉભરી આવ્યો હતો. અત્યાર સુધી મા અનેક ટુર્નામેન્ટ મા મેન ઓફ ધી મેચ પણ રહ્યો છે. ચેતન સાકરિયા IPL સહીત , વિજયા હઝારે , સૈયદ મુસ્તાક અલી ટ્રોફી સહીત અનેક ક્રિકેટ ટેનામેન્ટ રમી ચુક્યો છે.
દરેક વ્યકતની ઈચ્છા હોય કે સારા સમયમા પરીવાર સાથે હોય ત્યારે ચેતન સાકરિયા એ છેલ્લા બે વર્ષ મા બે આઘાત જનક ઘટના નો સામનો કરેલો છે જેમા એક ચેતને તેના નાનાભાઈ રાહુલ ને ખોઈ દિધો છે. જયારે ચેતન સૈયદ મુસ્તાક અલી ટ્રોફી રમી રહ્યો હતો ત્યારે તેના નાના ભાઈનુ દુખ દ નીધન થયુ હતુ પરંતુ તેમના પરીવાર જનો દ્વારા આ બાબતની જાણ એક મહિના સુધી થવા દીધી નહોતી કારણ કે પરીવાર નહોતો ઈચ્છતો કે તેની રમત પર અસર પડે.
જ્યારે ગયાં વર્ષે મા કોરોના કાળ દરમ્યાન ચેતને તેના પિતા ને પણ ખોઈ દિધા હતા. એક સમય હતો જયારે ચેતન જીવન મા સંઘર્ષ કરી રહ્યો હતો જ્યારે આજે પોતાની મહેનત કરોડપતિ બની ગયો છે છતા જીવન મા આજે પણ એક અફસોસ જરુર રહેશે કે કાશ આજે તેનો ભાઈ અને પિતા સાથે હોત તો ?